________________
કાર્તિકના પિતા મનસુખલાલ પાસે એકવાર તેમના મિત્ર આવ્યા. અરસપરસ ખબર અંતર પૂછયા પછી કહ્યું: “કાર્તિકના શું સમાચાર છે. ?'
“જુઓને... ! હમણાંથી તે આવ્યો જ નથી. મેં કહ્યું કે હવે દેશમાં આવી જા.. પણ તે પુના છોડવા માગતો નથી...'
‘તેને સંતાનમાં શું છે?'
‘ભાઈ, તેના લગ્નને ચૌદ વર્ષ થઈ ગયા પણ પારણું બંધાયું નથી...એની ચિંતા મને અને તેની માતાને કોરી ખાય છે. ડોક્ટરો - વૈદ્યોની દવાઓ કરી પરંતુ કંઈ જ વળ્યું નહિ. હવે તો તે કોઈ ડોક્ટર કે વૈદ્ય પાસે જવા ઈચ્છતો જ નથી. તે માનવા લાગ્યો છે કે ભાગ્યમાં હશે તો સંતાન આવશે.'
1. “ઓહ...! આ વાતની મને ખબર જ ન રહી. થોડા સમય પહેલા મારા એક મિત્રના પુત્રને પાંચ વર્ષથી સંતાન નહોતુ તો તે શંખેશ્વર યાત્રાએ ગયો અને ત્યાં પ્રાર્થના કરી તો તેને ત્યાં પુત્ર જન્મ થયો... શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર નામનું તીર્થધામ છે તેમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથજી પ્રભુની પ્રતિમાજી છે ત્યાં ખરા હૃદયથી પ્રાર્થના કરવાની હોય છે.'
| “ઓહ... અમે તો ઘણીવાર શંખેશ્વર જઈએ છીએ. અમને આ વખતે અમે જઈશું એટલે પ્રભુની સેવા - પૂજા સાથે મંગલ પ્રાર્થના કરી આવીશું.” જ ‘તમે જાઓ તેમાં ખોટું નથી પણ કાર્તિક અને તેની પત્ની શંખેશ્વર આવે તો સારું રહે...' મિત્રએ કહ્યું.
એમાં શું...? હું આજે જ પુના ફોન કરીને જણાવી દઈશ... તેને અને તેની પત્નીને અહીં બોલાવી લઈશ પછી અમે સાથે શંખેશ્વર જઈશું...”
હા... એમજ કરો...' મિત્રએ કહ્યું. થોડીવાર વાતચીત કર્યા પછી મિત્ર ચાલ્યા ગયા.
એ જ રાત્રે મનસુખલાલે પુના ફોન જોડ્યો અને કાર્તિક સાથે વિગતથી વાત કરી ત્યારે કાર્તિકે કહ્યું: ‘પપ્પા, આમ કહો તો હું આવી જઉં... હવે એ બધું ભાગ્યના ભરોસે છોડ્યું છે...'
“ના... તું એકવાર અહીં આવી જા... આપણે સૌ સાથે શંખેશ્વર જઈશું...
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૫૯