________________
હતું, સમય જતાં તેમાં ફાટફૂટ પડી અને ચાવડાનું રાજ્ય નાનું થયું. અત્યારે જે જિનાલયો છે તે ગાયકવાડ રાજ્યની સ્થાપના થયા પછીના છે.
‘શ્રી મનોરંજન પાર્શ્વનાથ' ના નામ પાછળ એક ઈતિહાસ છૂપાયો છે. ચાવડા મહેસાજીના ચરણે સુખ અને સમૃદ્ધિ આળોટતી હતી. તમામ પ્રકારના સુખો હોવા છતાં એક શેર માટીની ખોટ હતી. ગાદીનો વારસ ન હોવાના કારણે તેમનું મન હંમેશા ચિંતિત રહેતું હતું. 1 એકવાર મહેસાણાં વિહાર કરતાં કોઈ જ્ઞાની જૈનાચાર્ય પધાર્યા. જૈનાચાર્ય જ્ઞાની અને મહાન છે તેવી વાત કોઈએ મહેસાજી ચાવડાને કરી. મહેસાજી ચાવડા તરત જ તે ગૃહસ્થની સાથે આચાર્ય ભગવંતના દર્શનાર્થે આવ્યા. વંદના કરીને મહેસાજીએ પુત્ર પ્રાપ્તિની પોતાની ઝંખના આચાર્ય ભગવંત સમક્ષ રજૂ કરી.
જૈનાચાર્યે ભાવિ કળી જઈને મહેસાજી ચાવડાને શ્રી પાર્શ્વ પ્રભુની આરાધના કરવાનું જણાવ્યું. આરાધનાની વિધિ બતાવી.
ત્યાર પછી મહેસાજી ચાવડાએ શુધ્ધ ભૂમિમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા સામે બેસીને શુદ્ધ ભાવે આરાધના કરી. તે આરાધનાના ફળ સ્વરૂપે પુત્ર પ્રાપ્તિની ઝંખના પૂરી થઈ.
તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પુત્રના દર્શનથી તેમના મનનું રંજન થયું. મહેસાજી ચાવડાના મુખોથી એ વખતે “મનોરંજન પાર્શ્વનાથ” એવું નામ પ્રગટ્યું. ત્યારથી આ પાર્શ્વનાથ ‘શ્રી મનોરંજન પાર્શ્વનાથ' તરીકે જાણીતા થયા.
આ પ્રતિમાજી એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં બિરાજે છે. પૂર્વે મનોરંજન પાર્શ્વનાથ અને સુમતિનાથજી ભગવંતના જુદાં જુદાં બે જિનાલયો હતા.
અત્યારે બન્ને જિનાલયો ભેગા કરીને મોટું જિનાલય બાંધેલું છે. નૂતન જિનાલયમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથની વિ.સં. ૧૯૨૦ના મહા સુદ-૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરાઈ છે.
શ્રી મનોરંજન પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ જૈનાચાર્યોએ કરી છે.
સંપર્ક :- શ્રી મનોરંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર, સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.)
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૫૭ .