________________
શ્રી મનોરંજનાજી પાર્શ્વનાથ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે સ્ટેશન રોડ પર શ્રી મનોરંજન પાર્વનાથજીનું ભવ્ય જિનાલય આવેલું છે. મહેસાણામાં શ્રી સિમંધર સ્વામીની વિશાળકાય પ્રતિભાવાળું ભવ્ય જિનાલય હાઈવે પર આવેલું છે. ગામમાં કુલ ૧૫ જિનાલયો છે.
મહેસાણામાં ઉપાશ્રયો, પાઠશાળા, જ્ઞાનભંડાર આદિ છે. અહીંની શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાએ જૈન શિક્ષણના પ્રચારમાં અપૂર્વયોગદાન આપેલું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડો છે. | મહેસાણામાં શ્રી મનોરંજન પાર્શ્વનાથની પ્રતિમાજી શ્રી સુમતિનાથ જિનાલયમાં બિરાજે છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮, પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયની ભમતીમાં સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની દેરીમાં પણ શ્રી મનોરંજન પાર્શ્વનાથની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
મહેસાણામાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી સુમતિનાથ પ્રભુના શિખરબંધી જિનાલયમાં મહારાજા સંપ્રતિના સમયની શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની મનોહર, શ્વેતવર્ણની, પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. મનના તારોને રંજિત કરનારી ને ભાવ વિકસિત કરનારી આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ સવા બાવીસ ઈંચ છે. આ પ્રતિમાજી ફણારહિત છે.
| વિક્રમ મહારાજાના ૧૨-૧૩માં સૈકામાં મહેસાજી ચાવડાએ મહેસાણા નગર વસાવ્યું હતું. મહેસાણામાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં એક પ્રાચીન મૂર્તિ પર વિક્રમ સંવત ૧૨૫૭નો ઉલ્લેખ છે. આ લેખ જિનાલય બંધાવનાર શ્રેષ્ઠીનો હોવાનું માનવામાં આવે છે. તે ઉપરથી જણાવી શક્યા કે મહેસાણા શહેર તેરમા સૈકાથી પણ પ્રાચીન હોવું જોઈએ.
આ પૂર્વે મહેસાણામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું જિનાલય હતું. ચૌદમાપંદરમાં સૈકામાં આ જિનાલય મુસ્લિમ આક્રમણોનો ભોગ બનેલું. તે આક્રમણથી મૂર્તિઓનું રક્ષણ કરવામાં આવ્યું હતું. હાલમાં તે પરમાત્માની પ્રતિમાજી વિસનગરમાં છે. ચૌદમા સૈકા સુધી મહેસાણામાં મહેસાજીના વંશજોનું રાજ્ય
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૬૫૬