________________
તારી માતાની ઈચ્છા છે
‘ભલે... હું અહીંની ગોઠવણ કરીને બે-ચાર દિવસમાં રેખાને લઈને ત્યાં આવી જઈશ.'
મનસુખલાલ ખુશ થઈ ગયા. પણ અને આઠ દિવસ પછી કાર્તિક અને રેખા ધોરાજી આવી પહોંચ્યા.
બીજે દિવસે ટેક્સી બાંધીને મનસુખલાલ, તેમના પત્ની પ્રભાબેન, કાર્તિક અને રેખા શંખેશ્વર જવા વિદાય થયા.
સૌ બપોરે ચાર વાગે શંખેશ્વર આવ્યા. મનસુખભાઈએ મિત્ર પાસેથી ઉતારા વગેરેની વિગતો લઈ લીધી હતી આથી પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રસાદમાં આવ્યા અને ધર્મશાળામાં બે રૂમ બુક કરાવી.
વાર સૌ રૂમ પર આવ્યા.
કાર્તિકે કહ્યું : “પપ્પા, તમે થાકી ગયા હશો. થોડીવાર તમે અને મમ્મી આડે પડખે થાઓ. પછી દર્શને જઈશું...” | ‘પા-અડધી કલાક આરામ કરી લઈએ... પછી દર્શન માટે જઈએ...”
એમજ થયું. અર્ધા કલાકનો આરામ કરીને ચારેય જિનપ્રાસાદમાં દર્શનાર્થે ગયા. મૂળનાયકને ભાવથી વંદના કરી ફરતી ભમતીમાં દર્શન કર્યા. તેઓએ જોયું કે સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે સૌએ અત્યંત ભાવથી વંદન કર્યા. અને આગળ જવા લાગ્યા.
દર્શન-વંદન કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે જઈ આવ્યા ત્યાં તો સાંજના પોણા છ જેવો સમય થવા આવ્યો હતો.
સૌ ભોજનશાળામાં જમવા ગયા. ચારેય અને સાદા ભોજનથી સૌ પરિતૃપ્ત થયા. ભોજન કરીને ચોરેય બજારમાં ચક્કર લગાવવા ગયા. રાત્રે ભાવનામાં બેઠા ભાવના પૂરી થયા પછી રૂમ પર આવીને સૂઈ ગયા.
શ્રી મનોરંજનાજી પાર્શ્વનાથ
૧૬૦