________________
ગુમાવ્યું નથી... મેં બે-ત્રણ મકાનના દલાલને બોલાવ્યા છે. દસ લાખથી વધારે મળે તો એટલા બચશે. મારે બજારમાં દસ લાખ રૂપિયા આઠ દિવસમાં ચૂકવી આપવા પડશે.
‘ઓહ... ભારે કરી... આપણે રહેવા ક્યાં જઈશું ?’
‘કોઈ ભાડાના ફલેટમાં... બીજો કોઈ રસ્તો નથી.' બાબુલાલે કહ્યું. આમ પતિ-પત્ની વાતો કરતાં હતા ત્યાં એક મકાનનો દલાલ આવ્યો. બાબુલાલનો જાણીતો હતો. મકાનનો દલાલ રવજીભાઈએ કહ્યું : ‘કહો બાબુલાલ શેઠ, ક્યું મકાન વેંચવાનું છે ?’
‘રવજીભાઈ, આ ફલેટ વેંચવાનો છે...’
‘મારી પાસે એક ગ્રાહક તૈયાર છે. કહો તો તેને આ ફલેટ બતાવી દઉ...’ ‘તમે એને અત્યારે જ લઈ આવો...’
‘તમે શું ગણતરી માંડી છે ?’
‘બાર લાખ’
‘અને.... બાબુભાઈ, તમે પણ ખરા છો... આ ફ્લેટના બાર લાખ કોણ આપે ? જરા બજારભાવ તો જાણો... આ ફલેટના વધુમાં વધુ નવ લાખ જ ઉપજે...'
‘૨વજીભાઈ, મારા પર આભ તૂટી પડ્યું છે. આજે આ ફલેટ ઊંચી કિંમતે તમારે વેંચી આપવાનો છે. તમારો ઉપકાર જીંદગીભર ભૂલીશ નહિ.’ બાબુભાઈ કરગર્યાં.
‘અરે.. અરે . . બાબુલાલ શેઠ, મારે તો બન્ને પક્ષનું હિત જોવાનું હોય કોઈને નુકસાન ન જવું જોઈએ. હજુ થોડા સમય પહેલા તમારા જ બિલ્ડીંગનો ફલેટ મેં આઠ લાખમાં વેંચ્યો હતો. હજુ એક ફલેટ આ બિલ્ડીંગમાં વેચવા કાઢ્યો છે તેની કિંમત સાડા નવ લાખ ફલેટ ધારક કહે છે. મેં પણ તેને નવ લાખ કહ્યાં હતા.' ‘તમારી બધી વાત બરાબર છે... પણ મને ઓછામાં ઓછા દસલાખ તો જોઈએ...’
‘તમે કહો એટલે દસ લાખ ન આવે મારા સાહેબ, નવ લાખમાં કાઢવાની
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
૧૬૫