________________
ટેક્સી કરીને શંખેશ્વર, ત્યાં સેવા પૂજા કરીને સાંજે અમદાવાદ પરત. રાત્રે ટ્રેન પકડી લીધી અને સવારે અહીંયા આવી ગયો હતો.”
‘પણ તમે તો પંદર દિવસથી દેખાતા નહોતા.'
‘હું એક કામ માટે સુરત ગયો હતો. ત્યાં મારે અઠવાડીયું રહેવું પડ્યું. પણ તમે શંખેશ્વર જઈ આવોને...”
જવું છે...હું બે-ત્રણ વર્ષથી જઈ શક્યો નથી.'
તો એક કામ કરો... તમે બે-ત્રણ દિવસનો પ્રોગ્રામ કરીને જજો . ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ છે ત્યાં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડ છે.”
‘ભલે અમે ત્યાં રોકાઈશું...”
બીજું, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું જિનાલય મનોરમ્ય છે. ત્યાં પ્રતિમાજી દર્શનીય છે. આ જિનાલયની ભમતીમાં ૧૮મી દેરીમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. શ્યામવર્ણની આ પ્રતિમાજી ભારે અલૌકિક છે. ત્યાં અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.”
‘ભલે... આજે રાત્રે ધર્મિષ્ઠા સાથે બેસીને યાત્રાનો કાર્યક્રમ ગોઠવી લઈશ. શેરબજાર પણ હમણાં સ્થિર જેવું છે. દલાલી પણ નથી... આ દિવસોમાં શંખેશ્વર જઈ શકાશે.'
થોડીવાર સુધી બન્ને મિત્રોએ વાતો કરી પછી છૂટા પડ્યા.
અને ત્રણ દિવસ પછી બાબુલાલ અને ધર્મિષ્ઠા મુંબઈથી શંખેશ્વર આવ્યા. તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા, ધર્મશાળામાં રૂમ રાખી. તેઓ શંખેશ્વર બે દિવસ રહ્યાં. ત્યાં બે દિવસ સુધી શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી
બે દિવસ રોકાઈને પાછા મુંબઈ આવ્યા. બાબુલાલ નિત્યક્રમ મુજબ શેરબજારમાં આવ્યા. દલાલી મળવા લાગી.
| બાબુલાલે બજારમાંથી એક કંપનીના થોડા શેર લીધા અને આઠ દિવસ બાદ વેચ્યા તો તેમાં તેને સારી એવી રકમ મળી... બે મહિનામાં તેણે ગુમાવેલી
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
૧૬૭ ,