________________
૧૫મી દેરીમાં શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને દિવ્ય પ્રતિમાજી બિરાજમાન હતા.
ગૌત્તમભાઈ, આરતી, સતીષ, શરદભાઈ તથા ગીતાબેને અનેરા ભાવથી પૂજા કરી. ત્યારબાદ ચૈત્યવંદન કર્યું. અને ભક્તિ કરી.
ગૌત્તમભાઈ અને આરતીબેને સતીષનું મન અભ્યાસમાં પરોવાય તે માટે ખરા હૃદયથી, અનેરી શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી.
થોડીવા૨માં સેવા-પૂજાથી નિવૃત્ત થઈને ધર્મશાળામાં આવ્યા. બપોરના બાર વાગી ગયા હતા.
સૌએ વસ્ત્ર પરિવર્તન કરીને ભોજનશાળામાં જમવા માટે ગયા. જમીને પાછા રૂમ પર આવ્યા. ગૌત્તમભાઈએ કહ્યું : ‘શરદભાઈ, આજે પ્રભુ ભક્તિ થઈ છે તેવી ક્યારેય થઈ નથી. આજે ખૂબજ આનંદ આવ્યો છે. તમે નિમિત્ત બન્યા છો.'
‘પણ તમે પેલી પ્રાર્થના કરીકે નહિ...?’ ગીતાબેને પૂછ્યું. ‘હા...અને નક્કી કર્યું કે પ્રાર્થના સફળ થશે કે ફરીવાર અહીં આવીને દર્શન – વંદન, સેવા-પૂજા કરીશ.’
‘વાહ...હવે તમારી ભક્તિ જરૂર પરિણામ લાવશે.’
શરદભાઈ બોલ્યા.
ત્યારપછી સામાન્ય વાતચીત કરવા લાગ્યા.
બપોરે ચાર વાગે શંખેશ્વરથી અમદાવાદ જવા માટે નીકળ્યા તે પહેલા ફરીથી જિનાલયમાં જઈને દર્શન વંદન કર્યા.
સૌ અમદાવાદ સુખરૂપ પહોંચી ગયા.
અને ખરેખર ચમત્કાર સર્જાયો. જેનું રમતમાં જ ધ્યાન હતું તેનું અભ્યાસમાં ધ્યાન પરોવાયું. સતીષને પણ ભારે નવાઈ લાગી કે હવે રમતમાં ચિત્ત કેમ ચોટતું નથી.... અભ્યાસમાં સતીષ એવો લાગી ગયો કે વાત ન પૂછો...!
ગૌત્તમભાઈ અને આરતીબેનને થયું કે પ્રભુ ભક્તિનું ફળ છે. તેમણે વડોદરા શરદભાઈને ફોન કરીને વિગતવાર જણાવી દીધું. શરદભાઈ પણ આનંદ પામ્યા.
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ
૧૪૭