________________
શ્રી દાદાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના શિવગંજ તાલુકાના બેડા ગામમાં શ્રી દાદા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. નવા બેડાથી પ કિલોમીટર દૂર આવેલા જૂના બેડામાં ટેકરી પાસે આ ભવ્ય જિનાલય છે. જ્યારે નવા બેડામાં શ્રી સંભવનાથ પ્રભુનું બાવન જિનાલય છે.
આ તીર્થ સાદડી અને પીંડવાડાથી ૪૦ કિ.મી. ના અંતરે આવેલ છે. બેડાથી ૧૦ કિ.મી. ના અંતરે નાણા ગામમાં જીવિત સ્વામી બાવન જિનાલય આવેલ છે. - આ સિવાય નજીકમાં વેલાર તીર્થ, રાતા મહાવીર(હજુડી), બોપલતીર્થ. સેવાદીતીર્થ, સેસલી તીર્થ, પિંડવાડા, બ્રાહ્મણ વાડા, અજારી વગેરે તીર્થધામો છે.
શ્રી દાદા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ જૂના બેડા છે. વડોદરા માં નરસિંહજીની પોળમાં તથા રાજસ્થાનમાં ધાણેરાવમાં શ્રી દાદા પાર્શ્વનાથના જિનાલયો છે. વડોદરામાં આવેલ શ્રી દાદા પાર્શ્વનાથનું જિનાલય રાજ રાજેશ્વર કુમારપાળ મહારાજાએ બંધાવ્યું હતું. અહીં શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી ભૂખરા પાષાણની, પાંચ ફૂટ ઊંચાઈ, નવફણાવાળી તથા પાછળ ધરણેન્દ્ર - પદ્માવતી છે. પ્રતિમાજી ભવ્ય અને દર્શનીય છે.
જૂના બેડામાં બિરાજમાન શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી ૨૬ ઈંચ અને ૨૨ ૧/૪ ઈંચ પહોળી છે. કોઈ ભાવિક ભક્તજનથી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતાં ‘દાદા’ નામ મુખમાંથી સરી પડ્યું હશે અને ત્યારથી “શ્રી દાદા પાર્શ્વનાથ' તરીકે આ તીર્થ પ્રસિધ્ધ થયું હોવાનું માનવામાં આવે છે.
| શ્રી દાદા પાર્શ્વનાથજી અનેક તીર્થોમાં બિરાજમાન છે. નવા બેડાથી ૫ કિલોમીટરના અંતરે જૂના બેડામાં આ તીર્થ વિદ્યમાન છે.
આ પ્રાચીન જિનાલય વિક્રમના ૧૧માં સૈકામાં બન્યું હોવાનું મનાય છે. આ તીર્થ અત્યંત પવિત્ર હોવાથી તેનો મહિમા અપૂર્વ છે. શ્રી દાદા પાર્શ્વનાથજીની ગાદી પર સંવત ૧૬૪૪નો લેખ છે. આચાર્ય ભગવંત શ્રી હરિસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાઈ હતી. તે પૂર્વે આ જિનમંદિરમાં મૂળનાયક પદે પ્રથમ તીર્થકર ભગવંત શ્રી આદિશ્વરજીની પ્રતિમા બિરાજમાન હતી.
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૪૯