________________
અધ્યાત્મયોગી પંન્સાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મ. ની આ વિશિષ્ટ સાધનાભૂમિ રહી હતી. આ તીર્થમાં અનેક અનુષ્ઠાનો થવાથી તીર્થનો મહિમા વધ્યો છે.
વડોદરામાં શ્રી દાદા પાર્શ્વનાથજીનું પ્રાચીન જિનાલય આવેલું છે. આ જિનાલય પરમાઈત મહારાજા કુમારપાળે બંધાવ્યાનું જણાય છે. અહીંના પ્રતિમાજી વેળુના છે. શ્રી ચંદ્રપ્રભાસ પાટણ તીર્થના શ્રી ડોકરિયા પાર્શ્વનાથ “શ્રી દાદા પાર્શ્વનાથ'ના નામથી સંબોધાય છે.
સેસલીના શ્રી સેસલી પાર્શ્વનાથનું બીજું નામ “શ્રી દાદા પાર્શ્વનાથ' તરીકે જાણીતું છે. અનેક જૈનાચાર્યોએ પોતાની રચનાઓમાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રત્યેની ભક્તિ દર્શાવી છે.
વડોદરાના “શ્રી દાદા પાર્શ્વનાથ' ના જિનાલય અંગેની બીજી માહિતી પ્રમાણે - વડોદરાનું પ્રાચીન નામ વટપદ્રનગર હતું. એ વખતે ૧૮ જિનમંદિરો પૈકી શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય નરસિંહજીની પોળમાં ત્યારે હતું અને આજે પણ છે. પાંચ ફૂટની ઊંચાઈ, નવફણાવાળા પાષાણના પ્રતિમાજી ભૂખરા રંગના ભવ્ય અને દર્શનીય છે. મૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ ઉપદેશપદના ગ્રંથમાં આ જિનાલયનો ઉલ્લેખ કરેલ છે. તેમજ સંવત ૮૬૯ના દાનપત્રમાં ઉલ્લેખ મળ્યો છે તેથી આ તીર્થ આઠમા સૈકા પહેલાનું વટપદ્રનગર હતું. સજ્જન મંત્રીએ અહીં વિશાળ રથયાત્રા કાઢી હતી. તેમજ મહામંત્રી વસ્તુપાલે અહીંના પાર્શ્વનાથ જિનાલયનો જીણોધ્ધાર કરાવેલ હતો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર કરી મહાપ્રાસાદમાં શ્રી દાદા પાર્શ્વનાથજી
જૈન-જૈનેતરો માટે શ્રધ્ધાનું પરમ તીર્થધામ બનેલું, શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભમતીની ૧૬મી દેરીમાં બિરાજિત છે.
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૦