________________
4 “મને પણ થાય છે કે આપણે શું કરવું? આપણા પુત્ર વિપુલ માટે યોગ્ય કન્યા મળવી પણ મુશ્કેલ છે. આપણા સમાજમાં કન્યાઓ ખૂબ ભણવા લાગી છે ત્યારે સારી કન્યાઓ પોરબંદર રહેવા તૈયાર પણ ન થાય...'
“ત્રણ-ચાર સંબંધીઓને વિપુલ માટેની વાત કરી છે પણ હવે જ્યારે તેના ભાગ્ય ખુલશે ત્યારે જ બધું બનશે... ખરી તો દુકાનની ચિંતા છે.'
‘આપને ખોટું ન લાગે તો એકવાત જણાવું.' “અરે પગલી, તારાથી મને શું ખોટું લાગે ?' ચંદ્રવદનભાઈ હસી પડ્યા.
‘ઉપલેટામાં મારા માસી રહે છે. તેઓ અવાર-નવાર શંખેશ્વરની યાત્રાએ જાય છે. તેમનો વેપાર ધમધોકાર ચાલે છે. જ્યારે તેઓની સ્થિતિ ખરાબ હતી ત્યારે કોઈએ તેમને શંખેશ્વર જવાનું કહેલું. ત્યાં હમણાં તો તે લોકોએ ગાડી પણ લીધી છે...આપણે શંખેશ્વર જઈએ અને દર્શન-વંદન કરી આવીએ...'
| ‘શંખેશ્વર જવામાં વાંધો નથી પણ મારી પાસેથી બધી વિગતો જાણી લે... ત્યાં કઈ ધર્મશાળામાં ઉતરવું, સેવાપૂજા ક્યારે થઈ શકે છે તે બધું જાણી લેવું જોઈએ.’
‘લાવોને...હમણાંજ અહીંથી ફોન કરૂં...' આમ કહીને રાધાબેને ઉપલેટા માસીને ત્યાં ફોન જોડ્યો.
સદ્ભાગ્યે માસીએ જ ઉપાડ્યો. પ્રથમ એકબીજાના ખબર અંતર પૂછાયા. પછી રાધાબેને કહ્યું : “માસી, અમે શંખેશ્વરની યાત્રાએ જવા ઈચ્છીએ છીએ... અમે કોઈ દિવસ એ સાઈડ ગયા નથી તો ત્યાં કઈ રીતે જવું? ક્યાં ઉતરવું? તે જણાવો...',
માસી બોલ્યા : “રાધા, શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ રોડ પર આવેલું છે. આ તીર્થ વિશાળ જગ્યામાં છે ત્યાં ધર્મશાળા - ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા થઈ શકે છે તેમાંય સોળમી દેરીમાં શ્રી દાદાજી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા ખાસ કરજો ... ચૈત્યવંદન કરજો અને પ્રાર્થના કરજો ...આપણા જીવન વ્યવહારની સમસ્યાઓ નષ્ટ થાય છે. આ અમારો જાત અનુભવ છે.”
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૨