________________
ભલે...માસી, અમે આવતીકાલે શનિવાર છે એટલે નીકળીશું. રવિવારે રોકાઈશું. સોમવારે પાછા પોરબંદર આવી જઈશું.'
“વળતાં ઉપલેટા આવજો ... હમણાંથી તમે કોઈ આવ્યા નથી.” માસી બોલ્યા. | ‘જો શંખેશ્વરથી વહેલા નીકળી જઈશું તો જરૂર વળતાં ઉપલેટા ઉતરી જઈશું.” રાધાએ કહ્યું.
રાધાબેને બધાની કુશળતા પૂછીને ફોન મૂકી દીધો.
બીજે જ દિવસે ચંદ્રવદનભાઈ અને રાધાબેન નવકારનું સ્મરણ કરીને વહેલી સવારે શંખેશ્વર પહોંચ્યા. માસીએ જણાવ્યું તે રીતે બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા.
બન્નેએ બપોરે રસ્તમાં જજમી લીધુ હતું. આથી સામાન એક તરફ ગોઠવીને આડે પડખે થયા. લગભગ સાડાચાર વાગે ઊઠ્યા અને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં દર્શન-વંદન કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે ગયા.
લગભગ પોણા છ વાગી ગયા હતા એટલે ભોજનશાળામાં જઈને બન્નેએ વાળું કરી લીધું.
રાત્રે ભાવનામાં બેઠા. ભાવના પુરી થયા પછી પાછા ધર્મશાળામાં આવીને વાતોએ વળગ્યા. અહીં બીજું કોઈ કામ હતું નહિ એટલે રાત્રિના સાડાદસ વાગે સૂઈ ગયા. | બીજે દિવસે સવારે છ વાગે ઊઠી ગયા અને સ્નાનાદિ કાર્ય સંપન્ન કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવાપૂજા કરવા ગયા. ત્યાં મૂળનાયકની વાસક્ષેપ પૂજા કરી. ફરતી ભમતીમાં પક્ષાલ થતા હતા. તેમણે પક્ષાલનો લાભ લીધો. તેઓ ૧૬મી દેરીમાં બિરાજમાન શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પાસે આવ્યા ત્યાં બન્નેએ અનેરા ભાવથી પ્રક્ષાલ કર્યો અને બરાસ તથા ચંદન પૂજા કરી.
- બન્નેએ ત્યાં બેસીને ચૈત્યવંદન કર્યું. સ્તવન ગાયું. ચંદ્રવદનભાઈએ પ્રાર્થના કરી સવારના સાડા આઠ જેવો સમય થઈ ગયો હતો. બન્ને ત્યાંથી શ્રી શંખેશ્વર
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૩