________________
બે મિનિટ ઊભો રહ્યો. ગૌત્તમભાઈએ કહ્યું : ‘સતીષ, આ આપણા વડોદરાના શરદભાઈ છે. તેમને જય જિનેન્દ્ર કહીને પગે લાગ...’
સતીષ તરતજ આગળ આવ્યો તેણે જયજિનેન્દ્ર બોલીને શરદભાઈ અને ગીતાબેનને પગે લાગ્યો અને સીધો તેના રૂમમાં જતો રહ્યો.
શરદભાઈએ કહ્યું : ‘તમારો પુત્ર સતીષ મોટો થઈ ગયો. શેમાં અભ્યાસ કરે છે. ?’
‘નવમા ધોરણમાં છે પણ તેની ચિંતા વધારે છે’ ‘કેમ...?’ ગીતાબેને પૂછ્યું.
‘ગીતાભાભી, સતીષ નવમા ધોરણમાં આવ્યો છતાં હજુ ૨મવામાંથી ઊંચો આવતો નથી. તેનો જીવ રમતમાં જ રહે છે. અમે દરરોજ એટલી શિખામણ આપીએ છીએ તો પણ તે કંઈ જ સાંભળતો જ નથી...’
હવે તે દસમા ધેરણમાં આવશે તેથી તેની ચિંતા ઘણીજ રહે છે.’ આરતી
બોલી.
‘તેનું રીઝલ્ટ કેવું આવે છે ?’
‘પાસ થઈ જાય છે...આમ તો તેની બુધ્ધિ તીવ્ર છે પણ શું કામની ? ભણવામાં રસ ન લે તો હોય તો તે બુધ્ધિ શું કામની ગણાય ?' ગૌત્તમભાઈ બોલ્યા.
‘આવતા વર્ષે દસમા ધોરણમાં આવે તો ખરેખર મુશ્કેલી ઊભી થાય...તેને તમે પ્રેમથી સમજાવો...' શરદભાઈએ કહ્યું.
‘શરદભાઈ, અમે તેને ખૂબ જ પ્રેમથી જ સમજાવીએ છીએ, પણ બે દિવસ ભણે અને ત્રીજા દિવસે ભાઈ હતા તેવાના તેવા...' ગૌત્તમભાઈએ કહ્યું. ‘સતીષને ટ્યુશનમાં મોકલો છો ?’
‘હા....અહીં ઘેર ભણાવવા શિક્ષક આવે છે.’
‘ત્યારે બરાબર ભણી લે છે ને’
‘હા...એના કારણે તો પાસ થવા જેટલા ગુણ આવી જાય છે. પણ શિક્ષક જેવા ગયા કે ભાઈ સીધા તેના ભાઈબંધો પાસે પહોંચી જાય.'
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ
૧૪૫