________________
‘તમે એક કામ કરો. આનો એક ઉપાય મારા મનમાં છે. મારા વડોદરાના એક મિત્રના બાબાને આવી જ કંઈક તરલીફ હતી. કોઈએ તેને શંખેશ્વર જવાનું કહ્યું, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. આ તીર્થ અત્યંત પવિત્ર અને મનોરમ્ય છે. ત્યાં બે દિવસ રોકાવાનું પણ મન થાય તેવું છે. ખુલ્લા વાતાવરણમાં આ તીર્થમાં ભક્તિ કરવાની ખૂબ મજા પડે તેમ છે. આમ મારો મિત્ર તેના બાબાને લઈને શંખેશ્વર ગયો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ભમતીની ૧૫મી દેરીમાં બિરાજમાન શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી મારા મિત્ર અને તેમની પત્નીએ પોતાના પુત્ર માટે પ્રાર્થના કરી, સેવા-પૂજા, ભક્તિ કરી. તેઓ પાછા વડોદરા આવ્યા અને માત્ર આઠ દિવસમાં તેના પુત્રમાં એકાએક પરિવર્તન આવી ગયું. જે અભ્યાસમાં એકદમ નબળો હતો તેનું શંખેશ્વરની યાત્રા પછી શ્રેષ્ઠ આવ્યું. આથી તમે પણ શંખેશ્વર જાઓ અને પ્રભુને પ્રાર્થના કરતાં આવો... પરિણામ જરૂર મળશે...'
ગૌત્તમભાઈએ કહ્યું : ‘શરદભાઈ, તમે અહીં આવ્યા જ છો તો આવતીકાલે આપણે સૌ સાથે જ શંખેશ્વર જઈએ. આવતીકાલે આપણે સૌ સાથે જ શંખેશ્વર જઈએ. આવતીકાલે રવિવાર છે એટલે કોઈ ચિંતા નથી સાંજના પાછા આવી જઈશું.
કે એમજ થયું.
બીજે દિવસે ગૌત્તમભાઈ, આરતીબેન, સતીષ, શરદભાઈ, ગીતાબેન વગેરે એક ટેક્સી કરીને શંખેશ્વર ગયા.
શંખેશ્વર પહોંચ્યા પછી ધર્મશાળામાં ઉતર્યા. પ્રથમ એકવાર જિનાલયમાં દર્શન કરીને નવકા૨શી વાપરવા ગયા. ત્યારબાદ રૂમમાં આવીને તૈયાર થવા લાગ્યા. દરેકે પૂજાના વસ્ત્રો ધારણ કર્યાં. સતીષે પણ પૂજાના વસ્ત્રો પહેર્યાં હતા. સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા અને દરેક પ્રભુની પ્રસન્નતાથી પૂજા કરી. જ્યાં પૂજા થઈ નહોતી ત્યાં વાસક્ષેપથી પૂજા કરી. સૌ ભમતીની ૧૫મી દેરી પાસે આવ્યા.
૧૪૬
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ