________________
low volboeop
મેઘજી શ્રાવકે દિવ્યવાણીના કથનથી આત્મહત્યા કરવાનું ટાળ્યું અને પોતાના ઘેર પાછો ફર્યો.
તે દિવસે રાત્રે તેણે સ્વપ્રમાં પોતાના ઉજ્જવળ ભાવિના શુભ સંકેત જોયા. વહેલી સવારે ઊઠીને તેણે એક વેપારી પાસેથી ૨૦૦ કેરી મેળવી. તેમાંથી ૧૦૦ કેરીથી પોતાનું દેણું ચૂકવ્યું. બીજી સો કેરી લઈને તે સ્વપ્રના સંકેત પ્રમાણે ગોધરા ગયો, ત્યાં તેને હાલારના છોતરી ગામના દેવરાજ વણિકનો ભેટો થયો. તે વણિકના બળદના પોઠિયા ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી હતા. મેઘજી શ્રાવકે શ્રી પાર્શ્વ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજીના દર્શન કર્યા, તેણે દેવરાજ વણિકને સો કેરીનું મૂલ્ય ચૂકવીને પ્રતિમાજી લઈ લીધા.
આ પ્રતિમાજી લઈને હર્ષ અનુભવતો મેઘજી ઉડીઆ સુથરી ગામે આવ્યો અને ઘરમાં રોટલા રાખવાના કોઠામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરી. મેઘજી શ્રાવક નિત્ય પરમાત્માની સેવા-પૂજા કરવા લાગ્યો. ગામના અન્ય શ્રધ્ધાળુઓ પણ આ પ્રતિમાજીની પૂજા કરવા આવવા લાગ્યા.
આ ગામના શ્રેષ્ઠી મેઘણશાએ એકવાર સમગ્ર જ્ઞાતિનો ભોજન સમારોહ
યોજ્યો.
આ સમારોહમાં ધારણા કરતાં વધારે માણસો એકઠાં થયા. રસોઈ ખુટી
ગઈ.
શ્રેષ્ઠી મુંઝાયા અને તેમણે પાર્શ્વ પ્રભુને પોતાની આબરૂ સાચવવા ખરા હૃદયથી પ્રાર્થના કરી. તેણે આ પ્રતિમાજીને ઘીના ગાડવામાં બિરાજમાન કરી. સૌના આશ્ચર્ય વચ્ચે પ્રતિમાજીના પ્રભાવથી બધી રસોઈ વધી પડી. આમ ભોજન સમારોહ સરસ રીતે ઉજવાયો. શ્રેષ્ઠીની વાહવાહ થઈ ગઈ.
આ તરફ ગાડવામાંથી ગમે તેટલું ઘી કાઢવામાં આવ્યું છતાં ખૂટ્યું જ નહિ. પ્રતિમાના દિવ્ય પ્રભાવથી આવેલા સંઘો વિસ્મય પામ્યા. મોટા જનસમુદાયને આ પરમાત્માએ ઘીનો કલ્લો કરાવ્યો.
આ પ્રસંગથી અત્યંત હર્ષ પામેલા શ્રાવકોએ પરમાત્માને ‘ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ પ્રભુના નામથી સંબોધ્યા.
૧૪૨
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ