________________
શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ
કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના સુથરી ગામમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને ભવ્ય મુખ્ય તીર્થ આવેલું છે. ભૂજ રેલ્વે સ્ટેશનથી સુથરી તીર્થનું અંત૨ ૮૬ કિલોમીટરનું છે. માંડવી તીર્થથી ૬૪ કિ.મી. તથા કોઠારા તીર્થથી માત્ર ૧૧ કિ.મી. ના અંતરે સુથરી તીર્થ આવેલું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે.
શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ભમતીની ૧૫મી દેરીમાં બિરાજમાન છે. સાંતાક્રુઝ(મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીની એક દેરીમાં બિરાજમાન છે.
કચ્છના અબડાસા તાલુકાના સુથરી ગામે એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. દર્શનીય અને કલાત્મક પરિકર વચ્ચે શ્રી પાર્શ્વ પ્રભુ અત્યંત દર્શનીય લાગે છે. શ્વેતવર્ણ, પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને ૧૦.૫ ઈંચ પહોળી છે.
સુથરી તીર્થ એ પંચતીર્થનું એક તીર્થ છે. આ તીર્થની ઉત્પતિ અને વિકાસની કોઈ માહિતી મળતી નથી, છતાં લોકવાયકા અનુસાર આ તીર્થનો ગૌરવવંતો ઈતિહાસ જાણી શકાય છે.
વિક્રમના સોળમાં સૈકામાં અચલગચ્છના ગોરજી ધરમચંદે શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિમાજી પોતાના સ્થાનમાં સ્થાપી હતી. આ ગામના શ્રાવકો આ પરમાત્માની પૂજા-ભક્તિ કરતા હતા.
આ સમયગાળા દરમ્યાન મજુરીકામ કરીને પેટનું ગુજરાન ચલાવતા મેઘજી ઉડીઆ નામના શ્રાવકને માથે ખૂબ દેવું થઈ ગયું.
મેઘજી શ્રાવક સમજી ગયો કે પોતાથી આ દેણું કોઈ કાળે ભરપાઈ થઈ શકે તેમ ની. આથી રોજની હાય-બળતરા કરતાં આત્મહત્યા જ શ્રેષ્ઠ ઉપાય છે. આમ વિચારીને તે આત્મહત્યા કરવા માટે નીકળ્યો તો માર્ગમાં તેને દિવ્ય વાણી સાંભળવા મળી.
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ
૧૪૧