________________
હું મારા પુત્ર માટે ખોળો પાથરીશ...' કહેતાં કહેતા મુત્રિત્રાબેન રડી પડ્યા.
અને બીજે જ દિવસે વહેલી સવારે ટેક્સીમાં બેસીને નીતિનભાઈ, રજનીભાઈ, સુમિત્રા, સુમિત શંખેશ્વર જવા નીકળી ગયા. સવારે લગભગ નવ વાગે પહોંચી ગયા. ધર્મશાળામાં ઉતરીને નીતિનભાઈએ પૂજાના વસ્ત્રો પહેર્યા તથા રજનીભાઈ, સુમિત્રા તથા સુમિતે નવા વસ્ત્રો પહેર્યા. સૌ જિનાલયમાં ગયા. પ્રથમ મૂળનાયકને વંદના કરી, નીતિનભાઈએ દરેક પ્રતિમાજીની પૂજા કરી પછી ચૌદમી દેરીમાં બિરાજમાન શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા. ત્યાં સૌએ ભક્તિભાવથી દર્શન અને વંદન કર્યાં. રજનીભાઈ અને સુમિત્રાબેને પુત્ર સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી. સુમિતે પણ ભાવથી વંદન કર્યાં.
લગભગ અર્ધી કલાક ભક્તિ કર્યા પછી સૌ ધર્મશાળા પર આવ્યા. બપોરે ૪ વાગે નીકળીને પરત રાજકોટ આવ્યા.
ત્રીજે દિવસે ડોક્ટરની સૂચના મુજબ ફરીથી રીપોર્ટ અને એક્સરે ક્ટાવવામાં આવ્યા તો તેમાં બધું નોર્મલ આવ્યું. ડોક્ટરને ભારે નવાઈ લાગી. રજનીભાઈએ ડોક્ટરને બધી વાત કરી. ડોક્ટરે પણ શંખેશ્વર દર્શનાર્થે જવાનો નિર્ણય લઈ લીધો. આમ અનન્ય શ્રધ્ધાથી કરવામાં આવેલી ભક્તિનું પરિણામ મળે છે.
શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ
૧૩૯