________________
પાસે ગયા.
સુમિતના બ્લડ ટેસ્ટ, યુરીન ટેસ્ટ સહિતના વિવિધ ટેસ્ટ લેવામાં આવ્યા.
બીજે દિવસે રીપોર્ટ આવી ગયો. રજનીભાઈ સુમિતના ટેસ્ટનો રિપોર્ટ લઈને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે રીપોર્ટ જોયો અને કહ્યું : “રજનીભાઈ, તમારા બાળકને હૃદયમાં નળી બ્લોક થઈ જાય છે તેના કારણે લોહીનું ભ્રમણ અટકી જાય છે. આના કારણે તેને ચક્કર આવતાં બેભાન થઈ જાય છે. તમે તાત્કાલિક કોઈ હોસ્પિટલમાં દાખલ કરી દો... ઓપરેશન કરાવવું પડશે.
સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવે ?” રજનીભાઈ તો આ વાત સાંભળીને ગભરાઈ ગયા હતા.
‘લગભગ એકાદ લાખ જેવો ખર્ચ થઈ જાય....'
ઓહ...અમારા જેવા નોકરીયાત પાસે એટલા પૈસા ક્યાંથી હોય...! બીજો કોઈ ઉપાય હોય તો જણાવો...”
આનો બીજો કોઈ ઉપાય નથી. આ ઓપરેશન બને તેટલી વહેલી ત્વરાએ કરાવવું જરૂરી છે. નહિંતર મુશ્કેલી ઊભી થશે...'
‘ભલે...હું સાંજના આપની પાસે આવીશ...ઘરમાં વાત કરીને નક્કી કરી લઈએ... પછી આપ જે કહેશો તો હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવી લઈશું...' રજનીભાઈએ આટલું કહીને ડોક્ટર પાસેથી વિદાય લીધી. રજનીભાઈ ભારે ચિંતામગ્ન બની ગયા. તેમને ઓફિસે જવાનું મન ન થતું. તેણે ઓફિસમાં પોતાના સાહેબને ફોન કરીને “આજ નહિં આવી શકે તેમ જણાવી પણ દીધું.
રજનીભાઈ ઘેર આવ્યા. રજનીભાઈની પત્ની સુમિત્રાએ પુછયું : “સુમિતના રીપોર્ટમાં કંઈ નથી .! ડોક્ટરે શું કહ્યું? મને હતું જ કે સુમિતનો રીપોર્ટ નોર્મલ આવશે...
ના...સુમિત્રા...ના...રીપોર્ટ નોર્મલ નથી...' ‘તો...?”
આપણા સુમિતનું ઓપરેશન કરાવવું પડશે. તેના હૃદયની નળી ક્યારેક બ્લોક થઈ જાય છે. તેના કારણે લોહીનું ભ્રમણ અટકી જાય છે. આ કારણે તે
શ્રી કલિડજી પાર્શ્વનાથ
૧૩૭