________________
આ નૂતન તીર્થની મંગલમય પ્રતિષ્ઠા થઈ.
આ મહોત્સવ દરમ્યાન પં. રાજેન્દ્ર વિજયજી ગણિવરને આચાર્ય પદવીથી વિભૂષિત કરાયા હતા.
આ પ્રસંગે આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ, આચાર્ય ભગવંત શ્રી ભુવનશેખરસૂરિજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ ઉપસ્થિત રહ્યાં હતા. ધોળકામાં આવેલ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થના વિકાસનું કાર્ય હજુ ચાલુ છે. ચોવીસ દેવકુલિકાઓથી આ જિનાલય ભવ્ય બન્યું છે.
આચાર્ય ભગવંત શ્રી સિધ્ધસેનસૂરિશ્વરજી મહારાજે ‘તીર્થવંદના’ માં શ્રી કલિકુંડ તીર્થને વંદના કરી છે. એ સિવાય અનેક મહાન જૈનાચાર્યોએ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની મુક્તમને સ્તુતિ ગાઈ છે. મંગલ ભક્તિના સુરીલા ગાન ગાયા છે. સંપર્ક : શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ (શ્રી તેજપાળ વસ્તુપાળ જૈન ચેરિટી ટ્રસ્ટ) બાવળા - ખેડા રોડ, શ્રી કલિકુંડ તીર્થ, મુ.પો. ધોળકા, જી. અમદાવાદ, ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ હજારો જૈન-જૈનેતરો માટે શ્રધ્ધાનું પરમ મંગલ સ્થાન બનેલું છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો શંખેશ્વર આવે ત્યારે આ તીર્થના દર્શન-વંદન, સેવા-પૂજા કરવાનો લાભ છોડતા નથી.
ભક્તિવિહારના વિશાળ અને કલાત્મક કારીગીરીથી સમૃધ્ધ જિનાલયમાં ફરતી ભમતીની ચૌદમી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે. પદ્માસનસ્થ મુદ્રામાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયેલા છે તેમજ ફણાથી વિભૂષિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
૧૩૫
શ્રી લિકુંડજી પાર્શ્વનાથ