________________
મહિમા અપરંપાર
રાજકોટમાં એક જૈનેતર પરિવારના આઠ વર્ષ બાળક સુમિતની તબિયત બરાબર રહેતી નહોતી. અવાર-નવાર નબળાઈ આવી જતી, ચક્કર આવી જતાં. રસ્તામાં ક્યારેક ચક્કરના કારણે પડી પણ જતો. શરૂઆતમાં તેના પરિવારે ખાસ કંઈ ગણકાર્યું નહિ. પરિવારના સભ્યો માનતા હતા કે કદાચ વધારે પડતો રમતિયાળ છે તેથી આમ બનતું હશે.
એકવાર સુમિત સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એકાએક ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયો.
વર્ગશિક્ષક અને કેટલાક મોટા વિદ્યાર્થીઓ તેને પ્રિન્સીપાલની ઓફિસમાં ઊંચકીને લઈ ગયા. પ્રિન્સીપાલે તરત જ નજીકના જીણીતા ડોક્ટરને બોલાવ્યા. બીજી તરફ સુમિતના ઘેર ફોન કરી દીધો.
ડોક્ટર આવ્યા. સુમિતનું ચેકઅપ કર્યું. પછી કહ્યું : “આ બાળકના બધા જ ટેસ્ટ કરાવવા જરૂરી છે. મને લાગે છે કે કોઈ વિચિત્ર બીમારી છે. ટેસ્ટના રિપોર્ટ આવ્યા પછી જ તારણ નીકળી શકે.'
ત્યાં તો સુમિતના મમ્મી-પપ્પા સ્કૂલે આવી ગયા. ડોક્ટરે સુમિતના પપ્પા રજનીભાઈને પૂછ્યું: ‘તમારા પુત્રના અગાઉ ટેસ્ટ કરાવ્યા છે. ?”
ના...એને આવું તો અવાન-નવાર થઈ જાય છે. રમવાને લીધે અશક્તિ આવી જતી હોય તેમ માનીને અમે કંઈ ટેસ્ટ કરાવ્યા નથી.' રજનીભાઈ બોલ્યા. ‘તમે લોકો આવું માનીને આ કુમળા બાળકની જીંદગી પર રમી રહ્યાં છો... તમે આજેજ બધા ટેસ્ટ કરાવો અને મને આવતીકાલે બધા રિપોર્ટ બતાવી જાઓ.... અને બીજું એ કે હું આ બાળકની તપાસવાની કે સારવારની કોઈ પ્રકારની ફી લઈશ નહિ...તમે આળશ કરશો નહિ... આજેજ ટેસ્ટ કરી આવો... શેના શેના ટેસ્ટ કરાવવાના છે તેની વિગતવાળો આ કાગળ લેતાં જાઓ.’ આમ કહીને ડોક્ટરે એક ગુલાબી રંગનો કાગળ રજનીભાઈને આપ્યો.
એ જ દિવસે રજનીભાઈ સુમિતની બીમારી અંગેના ટેસ્ટ માટે પેથોલોજીસ્ટ હ
શ્રી લિડજી પાર્શ્વનાથ
( ૧૩૬: