________________
બેભાન થઈ જાય છે. તેમણે સુમિતનો એક્સરે તથા બધી રીપોર્ટસનું બારીકાઈથી અભ્યાસ કર્યા પછી કહ્યું છે...’
‘ઓહ... આ તો ખૂબ જ ચિંતાજનક વાત છે. ઓપરેશનનો ખર્ચ કેટલો
આવશે ?
‘એકાદ લાખ તો ખરાજ... વધારે થાય તો વ્યવસ્થા રાખવાની..’ ‘એક લાખ રૂપિયા...? ઓહ...હું મારા બધા દાગીના વેંચી નાખું તો ૩૦ હજાર રૂપિયા આવે... બાકીના ક્યાંથી એકઠા કરવા ? બીજો કોઈ ઉપાય ન કહ્યો ?’
‘ના...મેં એ પણ પૂછ્યું હતું.... પણ ડોક્ટરે કહ્યું કે બીજો કોઈ ઉપાય
નથી.’
આમ રજનીભાઈ અને સુમિત્રાબેન ગંભીર બનીને વાતો કરતાં હતા ત્યાં તેમના ઘેર નીતિનભાઈ કરીને એક જૈન શ્રાવક આવ્યા. નીતિનભાઈએ બન્નેના ચિંતામગ્ન ચહેરા જોઈને પૂછ્યું : ‘સદાય આવકાર આપતાં આપ બન્નેના ચહેરાં
મ
ક
ઉદાસ છે ?’
રજનીભાઈએ કહ્યું : ‘નીતિન, વાત જ કંઈક એવી છે...’ એમ કહીને સુમિતની બધી વાત કરી.
નીતિને કહ્યું : ‘રજનીભાઈ, ડોક્ટર પાસે ભલે બીજો ઉપાય નથી પણ મારી પાસે છે...’ 'j...?'
‘આપણે શંખેશ્વર જવું પડશે. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ચૌદમી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તમે જૈન નથી એટલે સેવા-પૂજા કરતાં ન ફાવે પણ ભાવભરી ભક્તિતો દર્શાવી શકશો. હું પૂજા કરીશ. આપણે સુમિતને સાથે લઈ લઈશું.... મને પૂરેપૂરી શ્રધ્ધા છે કે સુમિતનું ઓપરેશન કરવાનો વારો નહિ આવે...’
‘અમે તારી સાથે જરૂર આવીશું...' રજનીભાઈ બોલ્યા.
શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ
૧૩૮