________________
દરરોજ પ્રભુની સેવા-પૂજા શ્રધ્ધાભાવ સાથે કરવા લાગ્યો.
આમ આ તીર્થ ‘કલિકુંડ પાર્શ્વનાથ' ના નામથી પ્રસિધ્ધ થયું.
આ તરફ મહીધર હાથીએ પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ દર્શાવીને પૂજા કરી હતી. તેના ફળ સ્વરૂપે તે મહર્થિક વ્યંતર થયો. તે કલિકુંડ તીર્થનો અધિષ્ઠાયક દેવ બનીને તીર્થનો મહિમા વિસ્તારવા લાગ્યો. તેની
જ આ મૂળ તીર્થ આજે વિદ્યામાન નથી. પરંતુ ભારતભરમાં અનેક શહેરોમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની પ્રતિમાજીઓ જિનાલયોમાં પ્રતિષ્ઠિત છે. ધોળકામાં આવેલ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ આજે ખૂબ પ્રકાશમાં આવેલ છે. હજારો યાત્રિકોની અવરજવર રહે છે. , ધોળકામાં ઉદયન મંત્રીના પુત્ર વાભર મંત્રીએ “ઉદયન વિહાર' નામનું જિનાલય બંધાવ્યું. તેમાં શ્રીવાદીદેવસૂરિજી મહારાજ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. મંત્રી વસ્તુપાળે અહીં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય અને બે ઉપાશ્રય બંધાવ્યા હતા. છે. માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ચૌદમા સૈકામાં અહીં જિનાલય બંધાવ્યું હતું. ધોળકા ગામમાં ત્રણ પ્રાચીન જિનાલયો છે. શ્રી સુમતિનાથ જિનાલયમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજી મનોહારી છે. ભાલાપોળમાં શ્રી ઋષભદેવ જિનાલયના ભોંયરામાં ૨૨૦૦ વર્ષ પ્રાચીન શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
થોડા વર્ષો પહેલા હાલ આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ અત્રે પધારતા અને ભોંયરામાં સ્થિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથના દર્શન કરતાં આહલાદક અનુભવ કરેલ, અને આ પ્રતિમાજીને પ્રકાશમાં લાવવા તેઓ કટિબધ્ધ થયા. તેમની મનોકામના સાકાર બની.
ધોળકાથી ૨ કિ.મી. ના અંતરે “શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થના નિર્માણનું કાર્ય આરંભાયું.
અને વિક્રમ સંવત ૨૦૩૮ના ફાગણ સુદ-૩ના દિવસે હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે આચાર્ય ભગવંત શ્રી કનકપ્રભસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે
શ્રી લિકુંડજી પાર્શ્વનાથ
૧૩૪