________________
શ્રી કલિડજી પાર્શ્વનાથ અમદાવાદથી ૨૬ કિલોમીટર અને ધોળકાથી બે કિલોમીટરના અંતરે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈનતીર્થ આવેલું છે. આજે આ નૂતન તીર્થનો મહિમા દિન - પ્રતિદિન વધતો ગયો છે. અહીં વિશાળ ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા વગેરે આવેલાં છે. તથા આ જિનાલયમાં શ્રી આદિનાથ પ્રભુ તથા શ્રી શીતલનાથ પ્રભુજીની પ્રાચીન અને દર્શનીય પ્રતિમાજીઓ છે.
અહીં શત્રુજ્ય ગિરિવરની રચના કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતાં યાત્રિકો મીની શત્રુંજય યાત્રાનો લાભ લેવાનું ચૂકતા નથી. આ તીર્થની સામેજ ખરતર ગચ્છની દાદાવાડી આવેલ છે.
ધોળકા ગામમાં અન્ય ત્રણ પ્રાચીન જિનાલયો દર્શનીય છે. માતર. ખેડા. ખંભાત, સોજીત્રા વગેરે તીર્થો અહીંથી નજીકમાં જ છે. માતર તીર્થની પંચતીર્થમાં ધોળકા ગણવામાં આવે છે. ભીલડિયાજી તીર્થ, સુરતમાં અષ્ટાપદજીનું જિનાલય, પાટણમાં ઢંઢેરવાડામાં, અમદાવાદ – ખાનપુરમાં, સાંતાક્રુઝ (મુંબઈ), કપડવંજ, જેસલમેર, ભરૂચ, કુંભોજગિરિ તળેટીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીના જિનાલયો
| શ્રી શત્રુંજય તીર્થ ઉપર જયાં જૂનો અને નવો માર્ગ અલગ પડે છે ત્યાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાંની દેરી છે. જીરાવલા તીર્થ, વાલકેશ્વર-મુંબઈ, અમદાવાદ હઠીભાઈની વાડી તથા ચોમુખજીની પોળ વગેરેમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની મનોહારી પ્રતિમાજીઓ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતીની ૧૪મી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
ધોળકામાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી શ્વેત પાષાણમાં, પદ્માસનસ્થ મુદ્રામાં, નવફણાથી યુક્ત બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનકાળ દરમ્યાન ત્રણ તીર્થોની રચના થઈ હતી.
શ્રી લિફ્રેંડજી પાર્શ્વનાથ
૧૩૨