________________
વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો. ક્ષમા આપો...મારી રક્ષા કરો...” આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો.
ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા. [ આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ
જ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં ૧૩મી દેરી શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ પ્રભુની છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તેરમી દેરીમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ શ્યામવર્ણની છે. સપ્તફણાથી અલંકૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને અલૌકિક છે. પરિકરથી પરિવૃત છે.
(
મંત્ર આરાધના
3ૐ હ્રીં શ્રીં ધરણેન્દ્ર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધરણેન્દ્ર પાર્શ્વનાથાય નમઃ |
(૨)
|
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ
૧૩૦