________________
ધરણેન્દ્રએ તરતજ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવા વાળું એ સુવર્ણકમળ વિકવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાતફણા વડે પ્રભુને માથે છત્ર કર્યું.
ના જળની ઊંચાઈ જેવડાં લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત - નૃત્ય કરવા લાગી..
આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ સમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાલી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો. ન ધેષ, ન ક્રોધ, ન વૈર, ન સ્નેહ, ન ઉમંગ કે ન કોઈ જાતનો ઉમળકો. પ્રભુતો ધ્યાન મુદ્રામાં સ્થિર બન્યા હતા.
આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...! તું આ શું કરી રહ્યો છે ? હું એ મહા કૃપાળુનો શિષ્ય છું પણ હવે હું સહન કરી શકીશ નહિ. યાદ કર...તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતાં સર્પને બચાવીને તને પાપમાંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને જે કાર્યારંભ કરેલ છે તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિ..'
નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળીને પોતાનો પરાજય દેખાયો. મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરુણા નિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી... પરંતુ મને તો આ ધરણેન્દ્ર નો ભય લાગે છે શું કરું? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ. અને મારું હિત એમાં જ સમાયેલું છે. ' આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભર્યા વંદન કરીને બોલ્યો: “પ્રભુ, આપતો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા
૧૨૯
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ