________________
ખીલે બંધાણી હોય. ધ્યાન જેમ આગળ વધતું જાય, તેમ રાગ અને દ્વેષનું પ્રમાણ ઘટતું જાય. એમ કરતાં જ્યારે તે બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે સમભાવની સિધ્ધિ
થાય.
એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરતાં ફરતાં કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા.
તે વખતે સંધ્યાકાળ થઈ ગયો હતો. એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાયોત્સર્ગની મુદ્રામાં સ્થિત થયા.
એ રાત્રિએ તેમને અનેક જાતના ઉપદ્રવો થયા. પરંતુ મહાસત્વશાળી અને દૃઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રિએ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું. છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટયું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો, પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી. છતાંયે તેઓ ધ્યાનમાં પરમ મગ્ન જ રહ્યાં.
કુદરત જાણે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું હતું.
અને.. .જળનો પ્રવાહ શ્રી પાર્શ્વ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો, પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરાપણ ડગ્યા નહિ કે કંપ્યા નહિ.
ઓહ...! શું એમની અડગતા...! શું તેમની અપૂર્વ સાધના......!
અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો, પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી.
આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે અરે..! પેલો બાળ તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે...
અને તત્કાળ પોતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર પૂરા વેગથી પ્રભુ પાસે આવ્યો.
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ
૧૨૮