________________
શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના પાછળ શ્રી પાર્શ્વ પ્રભુના જીવનનો દિવ્ય પ્રસંગ સમાવિષ્ટ છે.
અંગદેશની રાજધાની ચંપાનગરીની બાજુમાં કાદંબરી નામનો વન્ય પ્રદેશ હતો. આ વન્ય પ્રદેશમાં કલિનામનો પર્વત હતો. કલિપર્વતની સુમનોહર તળેટીમાં શ્રી પાર્શ્વ પ્રભુ કાઉસગ્ગ ધ્યાને સાધનામાં મગ્ન બન્યા હતા. પશુ-પંખીઓ મુક્તમને વિહરી રહ્યાં હતા. વાતાવરણમાં પવિત્રતાની સૌરભ ભરી હતી.
એ વખતે મહીધર નામના હાથીને પ્રભુના દર્શન માત્ર થવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. મહીધર હાથીના હરખનો પાર ન રહ્યો. તે પ્રભુની પૂજા કરવા અર્થે કુંડ નામના સરોવર માંથી કમળો લઈ આવ્યો. કુંડ સરોવરમાંથી લાવેલા કમળો દ્વારા અનેરા ભાવ સાથે શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મહીધર હાથી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો.
બીજે દિવસે અંગદેશનો રાજા કરકંડુ શ્રી પાર્શ્વ પ્રભુના દર્શનાર્થે કલિપર્વતની તળેટી પાસે આવ્યો ત્યારે પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા હતા. રાજા હાથીને પ્રાપ્ત થયેલા સૌભાગ્યની અનુમોદના કરવા લાગ્યો અને પોતાના ભાગ્ય પર વિષાદ કરવા લાગ્યો.
કલિપર્વતની તળેટી પર રાજા કરકુંડું વિષાદભર્યા મુખે બેસી રહ્યો. તેની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતા.
રાજા ક૨ેકંડું મનોમન બોલતા હતા : ‘હે પ્રભુ, હું આપના દર્શનથી અલિપ્ત રહ્યો...! એમાં મારા ભાગ્યનો જ દોષ છે...'
રાજા ક૨ેકંડુ પ્રભુની ભક્તિ કરતો બેસી રહ્યો હતો. તે ભાવ વિભોર બનીને આંસુ સારી રહ્યો હતો.
એ વખતે દેવોએ રાજા કરકંડુની પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ નિહાળીને નવ હાથની પરમ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનું નિર્માણ કર્યુ. પોતાની સામે દેવોએ નિર્મિત કરેલી પ્રભુજીની પ્રતિમા નિહાળીને રાજા કરકંડુ અત્યંત હર્ષ પામ્યો.
મહારાજા ક૨કંડુએ તત્કાળ ત્યાં ભવ્ય જિનાલય બંધાવ્યું. મહારાજા ક૨ેકંડુ
શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ
૧૩૩