________________
તે તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યુ. કાઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યાં.
તે સમાધિવાળા નામે પણ પાર્શ્વકુમારની કૃપાદૃષ્ટિથી સિંચાતા શુધ્ધ બુધ્ધિએ તે નવકાર સાંભળ્યો અને પચ્ચખાણ ગ્રહણ કર્યા.
એ પછી તરત જ આયુષ્ય પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વ પ્રભુના દર્શનથી તે સર્પ મૃત્યુ પામીને નાગધરણ નામે નાગરાજ થયો.
ત્યાં ઊભેલા નગરજનો આ ઘટનાથી આવાક બની ગયા અને અરસ પરસ બોલવા લાગ્યા : પાર્શ્વકુમારના જ્ઞાન અને વિવેક અસાધરણ છે.
લોકો તરત જ પોતાના સ્થાને જવા વિદાય થયા. - આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ આદર્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન ક્યાંથી હોય? અનુક્રમે કમઠતાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી દેવતા થયો.
કેટલોક કાળ પસાર થયા પછી પોષ વદી અગિયારસના દિવસે શ્રી પાર્શ્વ પ્રભુએ અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી.
આ પાર્શ્વનાથ પ્રભુને તરતજ મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રકારનું જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે.
બીજે દિવસે કોષ્ટક નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પ્રભુએ પારણું કર્યું. ત્યારબાદ ગામ, નગરમાં પ્રભુ પાર્શ્વનાથ છહ્યસ્થપણે વિહાર કરવા લાગ્યા. ( શ્રી પાર્શ્વ પ્રભુએ સમભાવની સાધના કરવા માટે મોટાભાગે કાયોત્સર્ગમાં રહેવાનું પસંદ કર્યું.
તે કાયોત્સર્ગ એટલે દેહભાવનાનો ત્યાગ અને આત્મ સ્વરૂપમાં રમણતા. એ વતે શરીર સ્થિર હોય, વાણી શાંત હોય અને મનની તમામ વૃત્તિઓ ધ્યાનરૂપી
૧૨૭
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ