________________
મળે છે.
આમ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની રાણા પ્રતાપે સાચા હૃદયથી ભક્તિ કરી ત્યારે આકસ્મિક મદદ મળી ગઈ. દાનવીર ભામાશાએ ભરપૂર મદદ કરેલી. આ પ્રમાણેનો ઈતિહાસ જાણીતો છે.
શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની જ્યાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. તે અત્યંત પ્રાચીન અને અલૌકિક છે. આ પ્રતિમાજીની નીચેથી પાણી ઝરે છે અને આ પ્રતિમાજીના દર્શનાર્થે જેટલા યાત્રિકો આવવાના હોય તેટલો જ કુંડ ભરાય છે.
આ તીર્થ અજ્ઞાત છે પરંતુ અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે.
નાગરાજ ધરણેન્દ્રની કથા,
વારાણસી નગરીના રાજ ભવનમાં શ્રી પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થતા હતા.
એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરૂખે બેસીને કાશી નગરના રાજમાર્ગને જોઈ રહ્યાં હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય થયું કે રાજમાર્ગ પરથી લોકોના ટોળે ટોળાં ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે ?
પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને પૂછયું : આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે ?'
‘કુમારશ્રી, આજે કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું નથી.
“તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે? પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો.
“અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે.” સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો.
પેલો એટલે કયો જોગી ?” પાર્શ્વકુમારને વધારે જાણવાની ઈચ્છા થઈ. કૃપાળુ, કમઠ નામનો એક જટાધારી જોગી કેટલાક દિવસથી આપણા
| - ૧૨૫
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ