________________
શ્રી ધરણેન્દજી પાર્શ્વનાથ
મહાપ્રભાવક શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ઈડરથી કેસરીયાજી (રાજસ્થાન) જતાં, અરવલ્લીની પહાડીઓમાં ધમાસાની નેળ ખાતે આવેલું છે.
મોગલ શહેનશાહ અકબરના સમયમાં મહારાણા પ્રતાપ મારવાડનો વીર, પ્રતાપી અને શુરવીર રાજવી હતો. બાદશાહ અકબરના સૈન્ય સાથે તેણે ટક્કર ઝીલી હતી.
એકવાર તે ભારે વિપદ પરિસ્થિતિમાં સપડાયો હતો. બાદશાહ અકબરના વિશાળ સૈન્ય સામે તેનું સૈન્ય ટકી શકયું નહોતું ત્યારે રાણા પ્રતાપની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી.
એ સમયે આચાર્ય ભગવંત પૂ. લક્ષ્મીસાગરસૂરિજી મહારાજ માર્ગ માંથી પસાર થતાં હતા. મહારાણા પ્રતાપ નિઃસહાય દશામાં બિરાજમાન હતા. આચાર્ય ભગવંતે રાણા પ્રતાપને ઉપદેશ આપ્યો. અને પ્રેરણા આપી કે “રાણા, તમે ધમાસાની નેળમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરો. તમને સહાય મળી જશે. આમ નિઃસહાય દશામાં બેસી રહેવું ઉચિત નથી.
ત્યારે રાણા પ્રતાપે કહ્યું: ‘ગુરૂ ભગવંત, હું સાવ નિઃસહાય પરિસ્થિતિમાં મૂકાયો છું. મારી પાસે ધન રહ્યું નથી. મારું સૈન્ય વેર વિખેર થઈ ગયું છે.”
રાણા, તમે જરાય મુંઝાશો નહિ...મેં કહ્યું તેમ તમે ત્રણ દિવસ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરો. જરૂર સહાય મળી જશે.
અને રાણા પ્રતાપે ત્રણ દિવસ સુધી શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની હૃદયના સાચા ભાવ અને ભક્તિ સાથે આરાધના કરી. રાણા પ્રતાપ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે આઠથી દસ વાર ભાવવિભોર થઈને રડી પડ્યા હતા.
જ્યારે ચોથે દિવસે રાણા પ્રતાપ જાગૃત બને છે ત્યાં દાનવીર ભામાશા આવ્યા અને ધનના થેલાં લઈ આવ્યા. દાનવીર ભામાશા પોતાની સમગ્ર સંપત્તિ મારવાડના સપૂત, મારવાડના સિંહ રાણા પ્રતાપના ચરણોમાં ધરી દે છે અને દેશની ધરતી માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે.
ત્યારબાદ રાણા પ્રતાપ ફરીને મા ભોમની રક્ષા કરવા સજ્જ થઈ જાય છે. દાનવીર ભામાશાએ પણ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી હોવાનું જાણવા
શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ
૧૨૪