________________
આખીરાત પસાર થઈ ગઈ.
ચંપકલાલના અંતરમન પર શ્રી અજાહરા પાર્શ્વનાથની પ્રતિમાજી જ
તરવરતાં હતા.
સવાર પડ્યું.
આ...શું... ?
ચંપકલાલ પથારીમાંથી જાતે ઊભા થયા અને પોતાની પત્નીને ઊઠાડી...તેના શબ્દો સ્પષ્ટ હતા. ..જાણે કંઈ થયું જ નથી તેવા ચંપકલાલ લાગતા હતા. રમાબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો...
૨માબેન તરત જ રમેશ અને રસીલાને બોલાવવા ગયા. રમાબેનની આંખો માંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતા.
૨માબેને રમેશને ઉઠાડીને કહ્યું : ‘બેટા, શ્રી અજાહરા પાર્શ્વપ્રભુની ભક્તિનો ચમત્કાર...! તારા પિતાજી સાજા નરવાં થઈ ગયા છે...!' આમ બોલતાં બોલતાં ૨માબેનને ગળે ડુમો ભરાઈ આવ્યો.
રમેશ અને રસીલા તરત જ ચંપકલાલ પાસે આવ્યા અને શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનું પરિણામ જોઈને આશ્ચર્ય પામી ઉઠ્યા. રમેશ પિતાજીને વળગી પડ્યો. રમેશ અને રસીલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા...
ચંપકલાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. રમેશે ડીસા ફોન કરીને બધી વાત જણાવી તો પ્રફુલ પણ આનંદ વિભોર બની ગયો. ચંપકલાલ વગેરે બે દિવસ રોકાઈને ડીસા પરત ફર્યા. : ત્યાંના ડોક્ટરને પણ ભારે નવાઈ લાગી હતી.
૧૨૨
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ