________________
ભોજનશાળામાં ૨મેશ તપાસ કરી આવ્યો તો જલ્દી આવી જવાનું કહ્યું. આથી રમેશ, રસીલા પહેલા જમી આવ્યા. રમાબેન ચંપકલાલની પાસે બેઠાં હતા. રમેશ અને રસીલા જમીને પાછા ફર્યા પછી રમાબેન જમવા ગયા. ચંપકલાલે માત્ર દૂધ લીધું હતું.
સૌ જિનાલયે દર્શનાદિ કરવા માટે ગચા.
ચંપકલાલે એક કલાકના વિરામ બાદ કહ્યું : ‘મને જિનાલયે લઈ જાઓ...' IST=PL ચંપકલાલને ચાલવામાં ભારે મુશ્કેલી પડતી હતી. રમેશના ખભા પર હાથ રાખીને ચંપકલાલ જિનાલયમાં આવ્યા.
AM
મૂળનાયકના દર્શન કર્યા પછી રમેશ પોતાના પિતાને શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે લઈ ગયો. fée girs fr ચંપકલાલ નીચે બેસી શકે તેમ નહોતા આથી એક ખુરશી પર બેસાડવામાં આવ્યા. ચંપકલાલ શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને ભાવવિભોર બની ગયા. તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ અસ્પષ્ટ શબ્દોમાં સ્તવન ગાવા લાગ્યા... આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. ચંપકલાલ કહેતા હતા કે હે પ્રભુ, હું તારૂં જ શરણું માગું છું. મારે કોઈ અભિપ્સા નથી, કોઈ કામના નથી.’ Bopp
લગભગ એક કલાક સુધી ચંપકલાલ ત્યાં બેસી રહ્યાં અને કલાક સુધી ભક્તિમાં ભાવ વિભોર થઈને આંસુ સારતા રહ્યાં...
Toupe
રમેશ અને રમાબેન તે પછી ચંપકલાલને ટેકો આપીને ધર્મશાળામાં લઈ ગયા. ચંપકલાલને પથારીમાં સુવડાવ્યા.
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
૧૨૧