________________
વિભૂષિત છે. દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર ડીસામાં રહેતા ચંપકલાલના પરિવારમાં ધમાલ મચી ગઈ... આખો પરિવાર ચિંતામાં પડી ગયો. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું : ચંપકલાલને પેરેલીસીસનો હૂમલો થયો છે... દવાઓ, કરવી પડશે, સારૂં થશે કે નહિ તેની કોઈ ખાત્રી ન આપી શકાય.'
ચંપકલાલ સાંઈઠ વર્ષના હતા. તેઓ ધર્મ પ્રત્યે ભારે આસ્થા રાખનારા હતા. દરરોજ સવારે નજીકના જિનાલયમાં સેવા પૂજા કરવા જતાં. ભાવભરી શ્રી જિનભક્તિ કરતાં. સાંજે સામાયિક કરતાં. બન્ને સમય ભોજન કરતાં પણ સાત્વિક ખોરાક લેતા હતા. તેમણે દુકાને જવાનું તો છેલ્લા બે વર્ષથી છોડી દીધું હતું. તેના બન્ને પુત્રો રમેશ અને પ્રફુલ ધંધો સંભાળતા હતા. ધંધામાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો પિતાની સલાહ લેતા હતા. બન્ને પુત્રો પણ વિવેકી અને વિનયી હતા. માતાપિતાની આમન્યા રાખતા હતા. બન્નેની પત્નીઓ રસીલા અને કૌમુદિની પણ સંસ્કારી પરિવારની હોવાથી ઘરમાં કજીયા કંકાસ જેવું નહોતું. બન્નેએ સાસુ રમાબેનને ઘરની જવાબદારીથી મુક્ત કરી દીધા હતા. રમાબેન પણ દરરોજ સેવા પૂજા કરવા જતા હતા. આખો દિવસ ધર્મધ્યાનમાં પસાર કરતાં હતા.
- આજે ચંપકલાલને પેરેલીસીસનો એટેક આવતા રમાબેન સહિત પરિવારના દરેક સભ્યો ચિંતિત બની ગયા હતા.
રમેશે કહ્યું : “આપણે પિતાજીને અમદાવાદ લઈ જઈએ ત્યાં સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવીએ...
રમાબેને કહ્યું: ‘બે દિવસ અહીંના ડોક્ટરની દવા કરી જોઈએ જો ફરક ન પડે તો અમદાવાદ જઈશું.'
રમેશે હ્યું : “મમ્મી, આ પેરેલીસીસનો એટેક છે બે દિવસમાં ફરક ન પડે.. અમદાવાદમાં કોઈ સારા ડોક્ટરોને બતાવીશું તો જલ્દી સુધારો થશે...'
ત્યાં ચંપકલાલ થોથવાતાં થોથવાતા બોલ્યા : “૨મેશ, મને અમદાવાદ નહિ પરંતુ શંખેશ્વર લઈજા... ત્યાં મારૂં ઔષધ છે. શંખેશ્વર બે દિવસ રોકાઈને
Sી શ્રી અજાહરજી પાર્શ્વનાથ
૧૧૯