________________
પછી આપણે તું કહે છે તેમ અમદાવાદ જઈશું
ચંપકલાલના ઉચ્ચારો સંપૂર્ણપણે અસ્પષ્ટ હતા. પુત્રોએ વારંવાર પૂછીને આખી વાત સમજી હતી.
પ્રફુલ કહે : “મમ્મી, પિતાજીની ઈચ્છા શંખેશ્વર જવાની છે તો અહીંથી ટેક્સીમાં શંખેશ્વર જવું ઉચિત છે...' બાદ
રોકડ રમેશે પણ હામાં સૂર પૂરાવ્યો શંખેશ્વર જવામાં રમાબેને પણ વિરોધ ન નોંધાવ્યો.
બે દિવસ પછી ડોક્ટરની પરવાનગી લઈને રમેશ, તેની પત્ની રસીલા તથા રમાબેન સૌ ચંપકલાલ શંખેશ્વર જવા ટેક્સીમાં બેસીને રવાના થયા. માર્ગમાં એક-બે જગ્યાએ રોકાઈને સાંજે શંખેશ્વર પહોંચી ગયા. ( ચંપકલાલ જ્યારે શંખેશ્વર આવતા ત્યારે તેમનો ઉતારો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં રહેતો હતો. ચંપકલાલને કાર્યાલયનો મુનિમ પણ ઓળખતો હતો. ચંપકલાલ વર્ષમાં પાંચ-છ વાર શંખેશ્વર આવતા હતા. તેઓને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાદાસાદના જિનાલયમાં ફરતી ભમતીના બારમી દેરીમાં બિરાજમાન શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતા. તેઓ જ્યારે શંખેશ્વર આવે ત્યારે શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અવશ્ય કરતાં.
તેઓ જ્યારે ડીસાથી નીકળ્યા ત્યારે મનમાં સંકલ્પ કર્યો હતો કે શંખેશ્વર જઈને શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરીશ ત્યારે જ સંતોષ થશે. તેમના દર્શન કરીશ પછી જ શાંતિ થશે. તેમણે વિચાર્યું કે શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી ભલે મોત આવે... કોઈ ડર નથી...! દાદાના દર્શન કરી લઉં એટલે બસ....!
શંખેશ્વર પહોંચ્યા પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ચંપકલાલનો પરિવાર બે રૂમમાં ઉતર્યો.
ચંપકલાલ શ્રમિત થયા હતા એટલે તેમને જાળવીને રમેશ તથા રમાબેને પલંગ પર સુવડાવી દીધા.
(
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
૧૨૦