________________
મહિમા અપરંપાર નડિયાદમાં દીપચંદભાઈનો પુત્ર રોહિતને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. રોહિત પોતાની રીતે વર્ષમાં ત્રણ-ચાર વાર શંખેશ્વર આવતો અને એક દિવસ રોકાઈને દરેક પ્રભુની પૂજા કરીને છેવટે શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની દેરીએ આવીને અનન્ય ભાવથી સેવા-પૂજા ભક્તિ કરતો. રોહિતને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં ભક્તિ કરવાનું ખૂબજ ગમતું એટલું જ નહિ કોઈપણ સમસ્યા ઉદ્ભવે ત્યારે તે તરત જ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવીને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતો...બીજે જ દિવસે તેની સમસ્યાનો ઉકેલ થઈ જતો.
| રોહિત તેના પિતાની સાથે કરિયાણાની દુકાને જ બેસતો હતો. બી.કોમ થયા પછી આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેણે પિતાનો ઘણો ભાર હળવો કરી દીધો હતો. તેના પિતા સવારના એકાદ કલાક અને સાંજે એકાદ કલાક દુકાને આવતાં. બાકીનો સમય ધર્મધ્યાનમાં પસાર કરતાં હતા. છેઆમ રોહિતનું જીવન શાંતિથી પસાર થતું હતું. એકવાર તે ખરીદી માટે વડોદરા આવ્યો. તેને મહિનામાં એકાદવાર તો વડોદરા આવવાનું થતું હતું. | રોહિત વડોદરા ખરીદી માટે આવી પહોંચ્યો. હંમેશની જેમ તે ધર્મશાળામાં ઉતર્યો અને તૈયાર થઈને બહાર નીકળતો હતો ત્યાં વરસાદ ચાલુ થયો. તેણે જલ્દી જલ્દી રીક્ષા કરી અને બજારમાં ગયો.
અર્ધીકલાકમાં વરસાદે ભારે જોર પકડ્યું. મુશળધાર વરસાદ પડતો હતો. એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ગોઠણભેર સુધીના પાણી ભરાયા હતા. રોહિતને થયું કે હવે ધર્મશાળાએ કેવી રીતે પહોંચવું? કોઈ વાહનો મળી શકે તેમ નહોતા. ગોઠણ સુધીના પાણીમાં રીક્ષા ચાલી શકે તેમ નહોતી. આથી રોહિત ખરીદીનું ઝટપટ કામ પતાવીને ગોઠણભેર પાણીમાં ચાલીને ધર્મશાળા તરફ જવા આગળ વધવા લાગ્યો.
આ તરફ વરસાદ એકધારો પડતો હતો. મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ નિર્માણ
( શ્રી કાજી પાર્શ્વનાથ
૧૧૦