________________
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
MUSIC
સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ઊના રેલ્વે સ્ટેશનથી પાંચ કિ.મી. અને દેલવાડા તીર્થથી અઢી કિ.મી. ના અંતરે આ પ્રાચીન તીર્થધામ આવેલું છે.
સૌરાષ્ટ્રમાં અજાહરા પંચતીર્થનું આ મુખ્ય સ્થાન છે. દેલવાડા, દીવ, ઉના વગેરે તીર્થો નજીકમાં છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં દર વર્ષે કારતકી પુનમ, ચૈત્રી પુનમ તથા માગશર વદ-૧૦ના મેળા ભરાય છે.તેમજ વૈશાખ સુદ-૧૧ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભમતીમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની બારમી દેરી છે. અહીં રક્તવર્ણના શ્રી અઝાહરા પાર્શ્વનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાજી છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે.
મુંબઈના શાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે. અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ જિનાલયમાં તાજેતરમાં નાગનું રૂપ ધારણ કરીને અધિષ્ઠાયક દેવે પ્રવેશ કરી પોતાની ફણા વિકુર્તીને આ સર્પ પરમાત્માની સામે ધ્યાનસ્થ દશામાં સ્થિર થયો હતો. આ ઘટનાના અનેક યાત્રાળુઓ સાક્ષી બન્યા હતા.
ઘણીવાર રાત્રીના સમયે આ જિનાલયમાં દિવ્ય ઘંટનાદ સંભળાય છે. ભૂતકાળમાં અહીં એકવા૨ કેસરની વૃષ્ટિ થઈ હતી. આથી આ સ્થાનની પ્રભાવક્તાનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી.
અજાહરા ગામની બહાર દાડમના વૃક્ષ જેવા વિશિષ્ટ પ્રકારના વૃક્ષો ખૂબ જોવા મળે છે. આ વૃક્ષોનાં પાંદડાં ક્યારેય કરમાતા નથી તેમજ અનેક રોગોમાં આ પર્ણનો ઉપયોગ કરાતો હોય છે.
શ્રી અજાહરા પાર્શ્વનાથજીની પ્રતિમાના સ્નાનજળથી અનેકના અસાધ્ય
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
૧૧૫