________________
રોહિતને તે વડીલને ત્યાં બે દિવસ રહેવું પડ્યું. ત્રીજે દિવસે રસ્તા પરથી પાણી ઉતરતાં માંડ એસ.ટી. બસ સ્ટેશને પહોંચ્યો. બસ સ્ટેશનમાં ભારે ભીડ હતી. પરંતુ રોહિત ગમે તેમ કરીને નડિયાદની બસમાં જઈ બેઠો અને સાંજે પોતાના ઘેર પહોંચી ગયો.
રોહિતે પોતાના પપ્પા-મમ્મીને વિગતથી બધી વાત કરી અને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી માંડ માંડ જીવ બચી ગયાનું પણ જણાવ્યું. 195
અને ત્રણ ચાર દિવસ પછી રોહિત શંખેશ્વર ગયો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં પહોંચ્યો. તેણે સામાન પેઢી પર મૂકીને પ્રથમ જિનાલયમાં દર્શનાર્થે ઉપડયો. શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી જ
મનમાં શાંતિ થઈ. મને થય છે. િ
IP
IP
શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી રોહિતે ધર્મશાળાની રૂમ લીધી અને સ્નાન કરી, પૂજાના વસ્ત્રો ધારણ કરીને જિનાલયે આવ્યો ત્યાં દરેક જગ્યાએ ભાવથી પૂજા કર્યા પછી શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી, ત્યાં જ ચૈત્યવંદન કર્યુ. સ્તવન ગાયું. ચૈત્યવંદન કરતી વખતે તે ભાવવિભોર બની ગયો હતો.
રોહિત એ જ દિવસે બપોરે ચાર વાગે જિનાલયમાં દર્શન કરીને નડિયાદ જવા વિદાય થયો. રોહિતને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા હતી. તે માનતો હતો કે મારો જીવ બચાવવા પ્રભુએ જ તે વડીલને મારી પાસે મોકલ્યા, નહિંતર આ સંસારમાં કોઈ કોઈનું કરતું નથી...
રોહિતની શ્રધ્ધામાં વધારો થયો.
મંત્ર આરાધના
આ સંસારમાં કોઈપણ માણસ શુધ્ધ અને પવિત્ર હૃદયે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કે મંત્ર જાપ કરે તો તેને તેનું ફળ અવશ્ય મળે. મંત્ર આરાધનામાં પૂરેપુરી શ્રધ્ધા અને સમર્પણ ભાવ જરૂરી છે.
ૐ હ્રીઁ Æ કોકાજી પાર્શ્વનાથાય નમઃ ।
શ્રી કોકાજી પાર્શ્વનાથ
૧૧૩