________________
પામી હતી.
રોહિત ધીરેધીરે બજાર પસાર કરીને ધર્મશાળાના માર્ગ તરફ જવા લાગ્યો. તે ખૂબજ સાચવીને પગ મૂકતો હતો. મનમાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતો હતો. તેણે સંકલ્પ કર્યો કે હું સુખરૂપ મારા ઘેર પહોંચી જઈશ પછી શંખેશ્વર જઈને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન કરીશ.
| રોહિત આગળ વધતો હતો...ત્યાં પાણી વધ્યું. રોહિતના કેડ સુધી પાણી પહોંચ્યું. એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને તેની વિરૂધ્ધ દિશામાં જવાનું હોવાથી રોહિત માંડ માંડ એક-એક પગલું મૂકી રહ્યો હતો. રસ્તામાં કોઈ નહોતું.
0 માણસો પોતાનો જીવ બચાવવા ઊંચી જગ્યાએ બેસી ગયા હતા. એ માર્ગમાં એક મકાનના રવેશમાં બેઠેલા ભાઈએ રોહિત સામે જોઈને કહ્યું: ‘ભાઈ, તું અહીં આવીજા... આજનો વરસાદ અતિ ભારે છે. વડોદરામાં આવી વરસાદ કદીયે પડ્યો નથી... આગળ માથાભર પાણી હશે... જીવનું જોખમ
‘તમારી વાત સાચી છે પરંતુ મારે ગમે તેમ કરીને ધર્મશાળાએ પહોંચવું છે.' રોહિતે કહ્યું. ‘ભાઈ, તને તરતા આવડે છે?”
પર
આ
“ના.. :
| ‘તો પછી શા માટે જીદ કરે છે... તું અહીં આવતો રહે... શા માટે તારો જીવ જોખમમાં મૂકે છે. ?' કરી રોહિત ઉત્તર આપે ત્યાં પાણીનું એક તેજ વહેણ આવી ચડ્યું. તેમાં રોહિત સમતુલા ન જાળવી શક્યો અને ઊંધો પડ્યો... તેના નાકમાં પાણી જતું રહ્યું. તેને થયું કે હવે બચી શકાશે નહિ... તે શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. તે પાણીમાંથી ઊભો થઈ શકતો નહોતો. ત્યાં પેલા રવેશવાળા ભાઈ ઝડપથી નીચે આવ્યા અને રોહિતને ઊભો કરીને પોતાના મકાનના પહેલે માળે લઈ ગયો.
રોહિત ખૂબ ગભરાઈ ગયો હતો. તેને થયું કે આજ હું માંડ માંડ બચી
શ્રી કોકાજી પાર્શ્વનાથ
૧૧૧