________________
|
ને મહારાજા સિધ્ધરાજ જયસિંહના સમયની વાત છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ દરરોજ ધીમટા(પાટણ)માં ભવ્ય જીવોના આત્મકલ્યાણ અર્થે વ્યાખ્યાન આપતા હતા.
એક દિવસ એક પુજારીએ આચાર્યને વ્યાખ્યાન ફરમાવવાની મનાઈ કરી, કારણ એ હતું કે બલિ બાકળા દ્વારા પૂર્વજોના શ્રાધ્ધ પૂજન કરવાનો દિવસ હતો.
પુજારીએ શ્રાધ્ધ વિધિના માંડણ માટે જગ્યા રોકી લીધી હતી અને પ્રશ્ન ઊભો થયો કે શ્રી હેમચંદ્રાચાર્યજીનું વ્યાખ્યાન ક્યાં રાખવું? વ્યાખ્યાન તો નિયમિત ચાલતું હતું.
( પુજારીને સમજાવવામાં કોઈ મણા રાખી નહોતી. પરંતુ પુજારી ટસનો મસ ન થયો.
આચાર્યદેવ ઉપદેશ આપ્યા વગર પાછા ફરે તે સમસ્ત જૈન સંઘ માટે અપમાન સમાન હતું.
પાટણના શાસનભક્ત શ્રેષ્ઠીઓએ તરત જ ગીમટાની બાજુમાં જ નૂતન જિનાલયનું નિર્માણ કરવા માટે યોગ્ય જગ્યાની શોધ ચલાવી. ત્યારે પુજારીની શરમ અને ધમકીને અવગણીને કોકા નામના શેઠે શ્રી સંઘને જિનાલય નિર્માણ માટે પોતાની જગ્યા આપી.
શ્રી સંઘે જિનાલયના નિર્માણ માટે કોકા શેઠે આપેલી જગ્યા બદલ તેમનું અદકેરૂં સન્માન કર્યું અને જગ્યાનું ત્રણ ગણું મૂલ્ય ચૂકવ્યું. તેમજ કોકા શેઠના નામને ચિરંજીવ બનાવવા જિનાલયની સાથે તેમનું નામ જોડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો.
આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્રી સંઘે અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રતિષ્ઠા કરી અને નિત્ય પૂજાતા પ્રભુજી “શ્રી કોકા પાર્શ્વનાથ” તરીકે પ્રસિધ્ધ થયા.
વર્ષો પસાર થયા.
એક દિવસ માળવાના રાજાએ સમૃધ નગરી પાટણ પર હલ્લો કર્યો અને પાટણના રાજા ભીમદેવને પરાજિત કર્યો. શત્રુઓના આક્રમણથી શ્રી કોકા )
શ્રી ક્રેકજી પાર્શ્વનાથ
૧૦૮.