________________
શ્રી કોકાજી પાર્શ્વનાથ ભવ્ય જિનાલયોની નગરી એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું ઐતિહાસિક નગર પાટણ, એક સમયે પાટણ ગુજરાતની રાજધાની હતી. એ સમયમાં પાટણ અત્યંત સુખી અને સમૃધ્ધ હતું. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રજીના પાવન પગલાથી આ નગરી પરમ પવિત્ર બની છે.
મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્ર આચાર્યજીના ઉપદેશથી ૧૮ દેશોમાં અહિંસાની આહલેક જગાવીને “અમારિ પ્રવર્તન' અર્થાત જીવહિંસા બંધ કરાવી
હતી.
આવી પરમ પવિત્ર ભૂમિ પાટર્ણમાં મહોલ્લે મહોલે પ્રાચીન જિનાલયો આવેલા છે જે ભૂતકાળની ભવ્યતાના દર્શન કરાવનારા છે. ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.
પાટણ શહેરમાં કોકાનો પાડો આવેલો છે. અર્થાત કોકાનો મહોલ્લો આવેલો છે.
કોકાના પાડામાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. કોકાના પાડામાં બે જિનાલયો છે. એકમાં શ્રી અભિનંદન સ્વામી તથા બીજામાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતીમાં ૧૧મી દેરી શ્રી કોકા પ્રાર્થનાથ પ્રભુજીની છે. અહીં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
શાંતાક્રુઝ-મુંબઈમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનલયની ભમતીમાં શ્રી કાકા પાર્શ્વનાથ બિરાજે છે.
પાટણના કોકાના પાડામાં હૈયાના ભાવને ઝંકૃત કરે તેવા શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ભવ્ય ભૂતકાળના વારસા સાથે આજે પણ અડીખમ છે.
શ્રી કોકા પાર્શ્વનાથની પ્રતિમાજી શ્વેત વર્ણના પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી વિભૂષિત, સુંદર પરિકરથી પરિવૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચની છે. સાતફણા પર બે-બે ચક્ષુઓ દર્શનીય છે.
શ્રી કોમજી પાર્શ્વનાથ
૧૦૭