________________
ત્યાં હોસ્પિટલના ડોક્ટરની સાથે એક બીજા ડોક્ટર આવ્યા. તે પણ ઓર્થોપેડિક સર્જન હતા. બન્ને ડોક્ટરોએ કાંતિલાલને ફરીથી તપાસ્યા એકસરે જોયા પછી નિર્ણય જણાવ્યો કે ઓપરેશનની જરૂર નથી માત્ર પ્લાસ્ટર બાંધવું પડશે. આ સાંભળીને કિરણબેન રાજીરાજી થઈ ગયા. કાંતિલાલે પણ હાશકારો અનુભવ્યો.
બન્ને ડોક્ટરોએ કાંતિલાલને હાથ અને પગે પ્લાસ્ટર બાંધ્યું. દ કાંતિલાલને લઈને કિરણબેન ઘેર આવ્યા. કિરણબેન બોલ્યા : “સાંભળો, તમે સાજા થઈ જાઓ પછી તરત જ શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં જવાનું છે. ત્યાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને ભક્તિ કરવાની છે.'
‘તારી ભક્તિ સાચી છે... આપણે જરૂર જઈશું.’ કાંતિલાલ બોલ્યા.
આમને આમ કાંતિલાલ એક મહિનો ઘેર રહ્યાં. પછી તેનું હાથ-પગનું પ્લાસ્ટર ખોલી નાંખવામાં આવ્યું. કાંતિલાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા.
કાંતિલાલ અને કિરણબેન બે-ત્રણ દિવસમાં જ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં રોકાઈને શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની અનેરા ઉમંગથી ભક્તિ કરી, સ્તવના કરી. શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં નયનરમ્ય અને અલૌકિક પ્રતિમાજી છે.
આ મંત્ર આરાધના શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના મંત્રજાપ સાધકને માનસિક સ્થિરતા બક્ષે છે. જીવનને સુખમય, આરોગ્યમય બનાવવા શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના અત્યંત લાભદાયક છે.
ૐ હ્રીં શ્ર કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રની દરરોજ એકવાર માળા કરવી. યોગ્ય આસન અને નિશ્ચિત સમય રાખવો. માનસિક શાંતિ માટે આ મંત્રજાપ લાભદાયી છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ |
શ્રી
મરોલજી પાર્શ્વનાથ
૧૦૫