________________
‘નરેન્દ્રભાઈનો, એને મારું અગત્યનું કામ છે. બપોરે દુકાને મળવા આવવાનો છે. હું તેને કંઈ પૂછું તે પહેલાં તો ફોન મૂકી દીધો... મારે દુકાને જવું જ પડશે...’
‘પણ પેલા માણસે ઘરની બહાર નીકળવાની ના પાડી છે ને ? એમ કરો, તમે નરેન્દ્રાઈને ફોન કરીને અહીં જ બોલાવી લો કે અને તેમને કહો કે મારી તબિયત બરાબર નથી એટલે દુકાને આવવાનો નથી...'
પત્નીની ઈચ્છાને સંતોષવા કાંતિલાલે નરેન્દ્રભાઈની દુકાને ફોન કર્યો તો જવાબ મળ્યો કે અત્યારે બહાર છે. ક્યારે પાછા આવશે તે નક્કી નથી.
અને અંતે કાંતિલાલને દુકાને જવું જ પડ્યું. તેમની દુકાન ઘરથી નજીક હતી આથી તેઓ હંમેશા ચાલીને જ દુકાને જતા હતા. રોજના ક્રમ પ્રમાણે તેઓ ચાલીને દુકાને જવા નીકળ્યા.
કિરણબેનને તો ભય પેસી ગયો હતો છતાંય કચવાતા મને રજા આપી.
આ તરફ કાંતિલાલ પોતાની દુકાને પહોંચે તે પહેલાં એક વાહનચાલકે કાંતિલાલને ઠોકર મારી. કાંતિલાલ ગબડી પડ્યા. એક તરફ ફંગોળાઈને પડ્યા. તરજ ત્યાં માણસો ભેગા થઈ ગયા. તેમાં કાંતિલાલને ઓળખનારા પણ હતા. વાહનચાલક તો ભાગી ગયો હતો.
કાંતિલાલને ઓળખનારા બે-ત્રણ જણાં કાંતિલાલને રીક્ષામાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
હોસ્પિટલમાં ડોક્ટરે કાંતિલાલના પગના અને હાથના એક્સરે લીધા પછી કહ્યું : ‘ડાબા પગમાં ફેક્ચર છે અને હાથમાં પણ નાનું ફેક્ચર છે. ઓપરેશન કરવું પડશે...’
ઓપરેશનનું નામ સાંભળીને કાંતિલાલ ગભરાઈ ગયા. તેમણે કહ્યું : ‘ડોક્ટર, ઓપરેશનનું પછી વિચારીશું. પહેલા મારા પત્નીને અહીં બોલાવવા પડશે...’ એક જણાએ કાંતિલાલના ઘેર ફોન કરીને કિરણબેનને બધી વાત કરીને હોસ્પિટલે તાત્કાલિક પહોંચી જવા જણાવ્યું.
કિરણબેન જેમતેમ તૈયાર થઈને રીક્ષામાં બેસીને હોસ્પિટલે આવ્યા, ત્યાં
શ્રી મરોલજી પાર્શ્વનાથ
૧૦૩