________________
હતો. સુવર્ણગિરિ પર શ્રી મહાવિ૨સ્વામી, શ્રી ચૌમુખજી મંદિર, શ્રી આદિનાથના જિનાલયો દર્શનીય અને પ્રભાવક છે.
પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ થયેલો છે. સંપર્ક : શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈનતીર્થ, શ્રી સુવર્ણગિરિ શ્વે. જૈનતીર્થ પેઢી, જાલોર - ૩૮૩૦૦૧(રાજ.)
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર
મહાપ્રાસાદમાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ દર્શનીય તીર્થધામ છે. આ જિનાલયની ભમતીમા દસમી દેરીમાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની નયન રમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિનું ગાન ગુંજવા લાગે છે. આ પ્રતિમાજી શ્વેત આરસ પહાણના છે, ફણારહિત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તથા તેની ઊંચાઈ૩૧ ઈંચની છે.
| મહિમા અપરંપાર - માનવીના જીવનમાં ઘણીવાર અકલ્પનીય ઘટનાઓ બનતી હોય છે જેથી આશ્ચર્ય સર્જાયા વિના રહેતું નથી. ભરૂચમાં કાંતિલાલ નામના જૈન શ્રેષ્ઠીના જીવનમાં અકલ્પનીય ઘટના બની ગઈ. વાત જાણે એમ બની કે કાંતિલાલ દરરોજ સવારે ‘સમડી વિહાર' જિનાલયમાં સેવાપૂજા કરવા જતાં અને અત્યંત શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતાં હતા.
એક દિવસ તેઓ પૂજા કરીને પોતાના ઘેર જતાં હતા ત્યાં એક માણસ સામે મળ્યો અને કહ્યું : “તમે જ કાંતિલાલ શેઠ છો ને ?'
કાંતિલાલે ડોકું ધુણાવ્યું.
સાંભળો કાંતિલાલ શેઠ, તમે અત્યંત શ્રધ્ધાળુ છો. તમે આઠ દિવસ ઘરની બહાર નીકળશો નહિ... શું થશે તેની મને ખબર નથી પણ મારી આ વાત ઉચિત લાગે તો માનજો ...'
શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ
૧૦૧