________________
પેલો માણસ કાંતિલાલના ઉત્તરની રાહ જોયા વિના ચાલ્યો ગયો. કાંતિલાલે બે-ત્રણ વાર બોલાવવા બૂમો પણ પાડી પણ તે માણસ એટલો ઝડપથી ચાલતો હતો કે થોડીવારમાં તો ક્યાં ગયો તેની કાંતિલાલને ખબર જ ન રહી.
કાંતિલાલ ઘેર આવ્યા. પેલા માણસના શબ્દો મગજમાં ઘર કરી ગયા. તેમને થયું કે તે માણસને મારા નામની ક્યાંથી ખબર પડી ? મને આઠ દિવસ ઘેર રહેવાનું શા માટે કહ્યું ? તેની કોઈ વાત સમજાતી નથી... શું કંઈ અજુગતુ બનશે ? ના.... ના... એવું કશું નહિ થાય... તો....!
કાંતિલાલે ઘેર આવીને તેની પત્ની કિરણબેનને વાત કરી. કિરણબેન પણ આ વાત સાંભળીને ગભરાઈ ગયા. તેઓ પણ ધર્મ શ્રધ્ધાળુ હતા.
1:0
કિરણબેન બોલ્યા : ‘જુઓ, આઠ દિવસ ઘરની બહાર જશો જ નહિ. મને તો તમારી વાત સાંભળીને ભય લાગે છે.’
‘અરે.. ! એવું કંઈ માનવાનું ન હોય...!' કાંતિલાલ બોલ્યા.
કિરણબેને કહ્યું : ‘જુઓ, તમે મારી વાત માનો, તે માણસે કંઈક વિચારીને જ કહ્યું હશે. આઠ દિવસ ઘરની બહાર ન નીકળો તો શું તકલીફ પડવાની છે ? આઠ દિવસ દુકાન બંધ રહેશે એટલું જ ને...! ભલે દુકાન બંધ રહેતી...!
‘જુઓ, દુકાન બંધ રહે તો ઘણું નુકસાન થાય તેમ છે. મેં તને વળી ક્યાં આ વાત કરી...! તે તો વાતનું વતેસર કરી નાખ્યું...! કાંતિલાલ બોલ્યા. ‘ના...હવે મારો જીવ ન રહે...’ કિરણબેન બોલ્યા.
ત્યાં ઘરમાં ફોનની ઘંટડી રણકી.
કાંતિલાલે ફોન ઉપાડ્યો.
સામેથી અવાજ આવ્યો : કોણ..? કાંતિલાલ શેઠ ?
‘હા...બોલો...’
‘હું નરેન્દ્રભાઈ બોલું છું. આજે બપોરે દુકાને આવું છું. ખૂબજ અગત્યનું કામ છે... બપોરે વાત કરીશ.’
કાંતિલાલ કંઈ જવાબ આપે તે પહેલાં ફોન મૂકી દીધો.
કિરણબેને પૂછ્યું : ‘કોનો ફોન હતો ?
૧૦૨
શ્રી મરોલજી પાર્શ્વનાથ