________________
કાંતિલાલની દશા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
કિરણબેન બોલ્યા : મેં ના પાડી હતી કે બહાર નીકળશો નહિ. પણ તમે માન્યા જ નહિ. હવે બે મહિનાનો ખાટલો આવ્યોને!'
‘હવે આમ રડવાથી કશું વળશે નહિ... ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે... હાથે-પગે ફેક્ચર છે...’
‘ના...ઓપરેશન કરાવવું નથી. ...' કિરણબેન બોલ્યા.
ત્યાં જ ડોક્ટર આવ્યા અને કહ્યું : ‘કાંતિભાઈ, તમે શું નક્કી કર્યું ?' ‘સાહેબ, ઓપરેશન વગર સારૂં નહિ થઈ જાય..?'
‘ના...ઓપરેશન જરૂરી છે નહિંતર ખોડ રહી જશે.’ કિરણબેને કહ્યું ઃ આમને એક કલાકનો સમય આપો. બે-ત્રણ સ્નેહીઓને પૂછીને નિર્ણય લઈ લેશું.’
ડોક્ટરે કહ્યું : ‘મને વાંધો નથી... તમે જે કંઈ નિર્ણય લો તે ઝડપથી લેજો .. .’ કહીને ડોક્ટર ચાલ્યા ગયા.
કિરણબેને કહ્યું : ‘તમને ખબર છે મને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં દસમી દેરીમાં બિજા૨માન શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા છે. આપણે જ્યારે શંખેશ્વર જઈએ છીએ ત્યારે ત્યાં સેવાપૂજા તથા ભાવથી ચૈત્યવંદન કરીએ છીએ. હું અત્યારે જ શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરૂં છું અને આ ઉપાધિ માંથી ઉગારી લેવા વિનંતી કરૂં છું. મારી પ્રાર્થના નિષ્ફળ જવાની નથી...' કિરણબેનની આંખો માંથી આંસુ સરી રહ્યાં
હતા.
કિરણબેન હોસ્પિટલના એક રૂમમાં જઈને શાંત ચિત્તે શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું, શ્રધ્ધા અને પૂરી ભક્તિથી પ્રાર્થના કરી... તેમજ ઓપરેશન ન કરવું પડે તેવી પ્રાર્થના પણ કરી.
લગભગ અર્ધો કલાક પછી કિરણબેન કાંતિલાલની પાસે આવ્યા અને કહ્યું : ‘મેં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી છે... તમને ઓપરેશન વગર જ સારૂં થઈ જશે !
૧૦૪
શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ