________________
શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ રાજસ્થાનમાં અનેક ગામો અને શહેરોમાં પ્રાચીન તથા અર્વાચીન જિનાલયો આવેલા છે. કલા કારીગીરીથી સમૃધ્ધ આ જિનાલયો અતીતની ભવ્યતાનું સ્મરણ કરાવે છે.
રાજસ્થાનના જાલોર ખાતે શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથનું એકમાત્ર તીર્થ સુવર્ણગિરિ છે.
જાલોર રેલ્વે સ્ટેશનથી સુવર્ણગિરિ તળેટી સાડા ત્રણ કિલોમીટર દૂર છે. જાલોરમાં ૧૨ ભવ્ય જિનાલયો છે. તેમજ શ્રી નંદીશ્વર દ્વીપનું મંદિર અતિ કલાત્મક અને દર્શનીય છે.
સુવર્ણગિરિ કિલો ૧ માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો છે. ૧૨૦૦ ફૂટ ઊંચી ટેકરી ઉપર આ કિલ્લો છે. કિલ્લામાં આવેલ ચાર જિનાલયો પ્રાચીન
છે.
અહીં દર વર્ષે ભાદરવા વદ-૧૦ અને મહા સુદ-૧ ના દિવસે મેળો ભરાય છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. સુવર્ણગિરિ તથા જાલોરમાં ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલ ભવન, ઉપાશ્રયો વગેરેની ઉત્તમ સગવડ છે.
અહીં જૈનોની વસ્તી પ્રમાણમાં વિશેષ છે.
સુવર્ણગિરિ (જાલોર - રાજસ્થાન)ના શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ પ્રભુ શ્વેત પાષાણના, પદ્માસનસ્થ અને ફણારહિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૨ાા ઈંચની છે.
સુવર્ણગિરિની તળેટીમાં જાલોર નગર વસેલું છે. આ ગિરિ પર કોટયાધીશો જ નિવાસ કરતા હતા.
વિક્રમના બીજા સૈકાના પ્રારંભમાં નારદ રાજાના શાસનકાળમાં અહીં ‘યક્ષવસતિ' નામના જિનપ્રાસાદનું નિર્માણ થયેલું. જેની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત પ્રદ્યોતનસૂરિજી મ. ના વરદ હસ્તે થઈ હતી. તેથી આ તીર્થ બીજા સૈકા જેટલું પ્રાચીન છે.
આ સ્થળે ઠેરઠેરથી જૈનો યાત્રાર્થે આવતા રહેતા હતા. જૈનાચાર્યોના આગમન થતાં અનેક જૈનાચાર્યોએ વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે.
શ્રી ફૅમરોલજી પાર્શ્વનાથ
૯૯