________________
કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ત્યાર બાદ ચૈત્યવંદન કર્યું. - ચંદ્રકાંતભાઈ અને નીલાબેને પુત્રની ઊંઘમાં ચાલવાની આદત દૂર થાય તેવી પૂરી શ્રધ્ધાથી પ્રાર્થના કરી. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મંગલમય સ્તુતિ કરી. સ્તવન ગાયું. અર્ધા કલાક પસાર થઈ ગઈ. | ત્રણેય ઊભા થયા અને પુનઃ ધર્મશાળાની રૂમ પર આવ્યા. વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા. ભોજનશાળાનું સાત્વિક અને સાદું ભોજન જોઈને ત્રણેય ખુશ થયા. ભોજન કર્યા પછી ધર્મશાળામાં આવીને આરામ કર્યો. લગભગ ચાર વાગે ઊઠ્યા. સાંજે પાંચ વાગ્યાની અમદાવાદ જવાની બસ હતી. ચંદ્રકાંતભાઈ તેના પરિવાર સાથે સાંજે પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા. નીકળતાં પહેલાં ત્રણેય જિનાલયમાં ગયા અને દર્શન-વંદન કર્યા હતા.
ચંદ્રકાંતભાઈ અને તેમનો પરિવાર શંખેશ્વરથી બસમાં બેસીને અમદાવાદ આવ્યો. તેઓએ અમદાવાદમાં એક સ્નેહીને ત્યાં રાત્રિ રોકાણ કર્યું. બીજે દિવસે ટ્રેન દ્વારા સુરત પહોંચ્યા.
સુરત પહોંચ્યા પછી બીજે દિવસે ચંદ્રકાંતભાઈ ઉપાશ્રયે મુનિરાજના દર્શનવંદના અર્થે આવ્યા. તેમણે મુનિરાજને બધી વાત કરી.
આમને આમ આઠ દિવસ પસાર થઈ ગયા. તેમાં છેલ્લા બે દિવસથી રોહને ઊંઘ માંથી ચાલવાનું બંધ કરી દેતા ચંદ્રકાંતભાઈ અને નીલાબેનને ભારે ખુશી ઉપજી... તેઓ માનવા લાગ્યા કે પ્રભુએ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો
એક મહિનો પસાર થઈ ગયો. રોહનની ઊંઘમાં ચાલવાની આદત કાયમ માટે જાણે જતી રહી...
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દિવ્યતાના તેજપુંજ સમી પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમાન છે.
શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ