________________
આવ્યા.
ચંદ્રકાંતભાઈએ ગુરૂ વંદના કરીને સાત પૂછી. ત્યાર પછી મુનિરાજ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા.
મુનિરાજે કહ્યું: ‘ચંદ્રકાંતભાઈ, તમે અહીં બે-ચાર વખત આવી ગયા છો. મારે એક વાત પૂછવી છે.”
ગુરૂ ભગવંત, આપને જે પૂછવું હોય તે પૂછો.” ચંદ્રકાંતભાઈ બોલ્યા. મને એવું થયા કરે છે કે તમે કોઈ ચિંતામાં છો?' મહારાજ, એવું ખાસ નથી.' જે હોય તે જણાવો...”
મહારાજ, મારે બાર વર્ષનો રોહન નામનો પુત્ર છે. તે ભણવામાં હોશિયાર છે. પણ તેની એક આદતથી પરિવારના બધા સભ્યો પરેશાની અનુભવીએ છીએ.”
રોહનને શી આદત છે?' મહારાજ, રોહનને ઊંઘમાં ચાલવાની આદત છે.” કોઈ ડોક્ટરોને બતાવ્યું નથી?”
ઘણા ડોક્ટરો, મનોચિકિત્સકો, વૈદ્યો વગેરેને બતાવ્યું છે. દવાઓ કરાવી છે પરંતુ તેની આદતમાં જરાય ફરક પડ્યો નથી.”
ઓહ...! એમ વાત છે...હું તમને એક ઉપાય બતાવું છું...'
‘મહારાજ, મારો પુત્ર સ્વસ્થ થઈ જાય તે જ અમે ઈચ્છીએ છીએ...આપ કંઈક માર્ગદર્શન આપો.'
ચંદ્રકાંતભાઈ, તમે શંખેશ્વર ગયા છો?” “હા...વર્ષમાં એકાદ વાર જરૂર જઈએ છીએ.”
“શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત
‘મહારાજ, હું તે સ્થળે ગયો નથી. માત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરીને નીકળી જ જતો હોઉ છું”
શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ
૯૫