________________
આવે તેને ત્રણ-ચાર દિવસ રોકાઈ જવાનું મન થયા વિના ન રહે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ફરતી ભમતીમાં નવમી દેરી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનની છે. શ્વેત આરસની, પદ્માસનસ્થ આ પ્રતિમાજી સપ્તફણાથી વિભૂષિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારિક છે. ભાવિકોના મનમાં દર્શન કરતાં જ ભક્તિ જાગૃત બની ઊઠે તેવા પ્રતિમાજી છે.
મહિમા અપરંપાર સંસારમાં રહેલો જીવ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. કોઈને આર્થિક સમસ્યા નડતી હોય તો કોઈને શરીર સાથે લેણું ન હોય તો કોઈને બીજી નાની મોટી સમસ્યા ઘેરી વળતી હોય છે. | સુરતમાં સુખી જૈન પરિવારમાં જન્મેલો રોહન બાર વર્ષનો થયો છતાંય તેને ઊંઘમાં ચાલવાની આદત પડી ગઈ હતી. તેના પરિવારજનોને આ અંગે ખૂબ ચિંતા રહેતી હતી. તેમણે ડોક્ટરોની સલાહ લીધી. મનોચિકિત્સકને બતાવ્યું પરંતુ રોહનની ઊંઘમાં ચાલવાની આદતમાં કશો ફરક નહોતો પડ્યો.
રોહનના પિતા ચંદ્રકાંતભાઈ અને માતા નીલાબેન જ્યારે તેને પૂછે ત્યારે રોહન એકજ જવાબ આપતો કે મને કશી ખબર નથી. હું સૂઈ ગયા પછી ઊઠતો જ નથી.
| ઘણીવાર તેના માતા-પિતાએ રોહનને ઊંઘમાં ચાલતો પકડ્યો હતો પરંતુ રોહનને કશું ભાન રહેતું નહોતું તે કંઈપણ ઉત્તર આપ્યા વિના પાછો પથારીમાં જઈને સૂઈ જતો. આ | ચંદ્રકાંતભાઈ અને નીલાબેનને થતું કે રોહનની આ આદત કેવી રીતે છોડાવવી? આને માટે શું કરવું? ક્યારેક તે ઊંઘમાં ઘરની બહાર નીકળી જશે તો મુશ્કેલી સર્જાયા વિના નહિ રહે...રોહનના માતાપિતા પોતાના પુત્રની આ આદતથી ભારે ચિંતામાં હતા અને પરેશાની અનુભવતા હતા.
એકવાર ચંદ્રકાંતભાઈ સુરતના ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ ભગવંત પાસે
શ્રી ૫દ્ધમજી પાર્શ્વનાથ