________________
મથુરામાં જ કર્યું હતું. જ
દંડ મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મથુરામાં થઈ હતી. એ સિવાય અનેક સંભારણાંઓ મથુરા નગરી સાચવીને બેઠી છે. અઢાર નાતરાનું ઘટના સ્થળ મથુરા જ છે.
ભગવાન મહાવીર સ્વામીના ઉપસર્ગ પ્રસંગે ડંબલ-સંબલ દેવતા દ્વારા થયેલી દૈવી સહાયની ઘટના અહીં જ બનવા પામી હતી. સાધ્વી પુષ્પચૂલાને મથુરામાં કેવળ જ્ઞાન થયેલું.
શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં ઉગ્રસેન રાજાની રાજધાની મથુરા હતી, તેમજ સતી શિરોમણિ રાજીમતીનું આ જન્મ સ્થાન રહેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણસ્પર્શથી આ ભૂમિ અત્યંત પવિત્ર બની છે.
અંતિમ કેવળ જ્ઞાની શ્રી જંબૂસ્વામીનું નિર્વાણ મથુરામાં થયું હતું. આ ભૂમિ પર મહા પ્રભાવક જૈનાચાર્યોના આવાગમન થયાં છે. શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ સાધુ સાધ્વીજીઓના સ્તૂપોની રચના પણ આ પવિત્ર સ્થાનમાં થઈ છે. શ્રી હીર વિજયસૂરિ આ સ્થળે સંઘ લઈને આવેલા હતા.
મથુરાના ‘કંકાલી ટીલા’ માંથી મળેલાં પ્રાચીન અવશેષો ગવાહી પુરે છે કે મથુરા એ જૈનોનું પ્રાચીન તીર્થધામ રહ્યું હતું. ચૌદમા સૈકામાં અહીં મહાલક્ષ્મી સ્તૂપ, શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અને શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય
હતા.
કુબેરસેના નામની ગણિકાએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાનું માનવામાં આવે છે. ગણિકા કુબેરસેનાના જીવનમાં કોઈ અણધાર્યું પરિવર્તન આવ્યું હશે અથવા કોઈ મુનિના ઉપદેશથી તેના જીવનમાં બદલાવ આવ્યો હોય તેથી તેણીએ શ્રી કલ્પદ્રુમ જિનલયનું નિર્માણ કર્યાનું મનાય છે.
આમ રાજાએ શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધા૨ કરાવ્યો હતો. મહંમદ ઘોરીએ આ જિનાલય પર આક્રમણ કરીને જિનાલય જમીનદોસ્ત બનાવેલ, પરંતુ શ્રી સંઘે પ્રતિમાજીને ભંડારી દીધી હતી.
આ પછી લાંબો કાળ પસાર થઈ ગયો. સૈકાઓ પછી ખોદકામ કરતાં શ્રી
શ્રી
કલ્પદ્રુમજી પાર્શ્વનાથ
૯૨