________________
તો તમે એક કામ કરો. એક-બે દિવસમાં શંખેશ્વર જાઓ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરજો. ત્યાં ભોજનશાળા તથા ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય છે. જિનાલયને ફરતી ભમતીમા નવમી દેરીમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી દર્શનીય અને નયનરમ્ય છે. દરેક પ્રભુની પૂજા કર્યા પછી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા અને અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરજો... લાભ થશે.'
ગુરૂદેવ, આપના કથન અનુસાર હું, મારી પત્ની અને રોહન પરમદિવસે જ શંખેશ્વર જઈશું અને આપની આજ્ઞા મુજબ પૂરી શ્રધ્ધાથી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા અને ભક્તિ કરીશું...
મુનિરાજે ચંદ્રકાંતભાઈના મસ્તક પર વાસક્ષેપનો છંટકાવ કર્યો.
અને...નિર્ધારિત દિવસે ચંદ્રકાંતભાઈ, નીલાબેન તથા રોહન ટ્રાવેલ્સની બસમાં બેસીને અમદાવાદ આવ્યા અને અમદાવાદથી શંખેશ્વરની બસ પકડીને શંખેશ્વર પહોંચ્યા.
સૌ પ્રથમ તો ત્રણેય ધર્મશાળાની એક રૂમમાં ઉતર્યા. થોડીવાર આડે પડખે થઈને તૈયાર થવા લાગ્યા. સવારના સાડાદસ થયા હતા. - સૌએ પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવા પૂજા અર્થે રૂમ બંધ કરીને નીકળ્યા. સંકુલનું પવિત્ર વાતાવરણ જોઈને ત્રણેયને ખુશી ઉપજી.
ત્રણેય કેસર ભંડાર માં જઈને કેસરની વાટકી સાથેની થાળી લીધી. ફૂલો લીધા અને સર્વ પ્રથમ મૂળનાયકની પૂજા કરીને પછી દરેક પ્રભુજીની પૂજા કરવા લાગ્યા. બધેય પૂજા થયા પછી લગભગ સવારના સાડા અગિયારે શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. ત્યાં ત્રણેયે અનેરી શ્રધ્ધા અને ભાવથી શ્રી
શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ
૯૬